નવરાત્રિએ કરો વીણાવાદિની માતા સરસ્વતી દેવીના નૃત્ય મુદ્રામાં દર્શન, દુર્લભ ચિત્રનું પ્રદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Navratri 2025: સામાન્ય રીતે વિદ્યાની દેવી તરીકે ઓળખાતા વીણાવાદિની માતા સરસ્વતીની પ્રતિમા આપણે ઘણા સ્થળે જોઇ હશે પરંતુ દક્ષિણ ભારતના મંદિરોમાં પત્થરોમાં કંડારવામાં આવેલી સરસ્વતી માતાની નૃત્ય મુદ્રાની પ્રતિમાનું દર્શન ગુજરાતમાં ભાગ્યે જ થાય છે. અલબત્ત આજે રાજકોટની રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીના ચિત્ર પ્રદર્શનમાં માતા સરસ્વતીની નૃત્ય મુદ્રા સાથે દુર્લભ ચિત્રો ઉત્કૃષ્ટ કૃતિઓ પ્રદર્શનમાં જોવા મળી હતી.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્સ સ્થિત આર્ટ ગેલેરીનું પુનઃ નિર્માણ થતાં હવે લલીતકલાના રસિકો માટે શહેરમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ થઇ છે. આ આર્ટ ગેલેરીમાં કર્ણાટકના હાલેબીડુ વિસ્તારમાં મંદિરની બહાર સરસ્વતી માતાની નૃત્ય મુદ્રાનું શિલ્પ જોવા મળ્યું હતું. પથ્થરમાં કંડારવા પ્રતિમાને ગોંડલના વરિષ્ઠ ચિત્રકાર ભરતભાઇ તલસાણીયાએ કેન્વાસ ઉપર કલર ચિત્ર થકી ઉપસાવી છે.
What's Your Reaction?






