નવરચના સ્કૂલને ધમકી મળવાની ઘટનામાં મલેશિયા કનેક્શન
વડોદરા, તા.25 વડોદરા નજીક ભાયલી ખાતે નવરચના સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મોકલવાના બનાવની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇ અન્ય એજન્સીને સોંપવામાં આવી શકે છે જ્યારે આ ઇમેલ સાથે મલેશિયા કનેક્શન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.ઉલ્લેખનીય છે કે નવરચના સ્કૂલ ભાયલી ખાતેના પ્રિન્સિપાલ કાશ્મીરા જયસ્વાલના ઇમેલ આઇડી પર ગઇકાલે મળસ્કે પોણા ચારની આસપાસ એક ઇમેલ આવ્યો હતો અને સ્કૂલ તેમજ યુનિવર્સિટીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા અફરાતફરી મચી ગઇ હતી. જિલ્લા પોલીસનાં કાફલાએ વ્યાપક ચેકિંગ કર્યા બાદ કશું નહી મળતા તંત્રએ રાહત અનુભવી હતી. દરમિયાન આ અંગે ઇન્દ્રવદન પરસોત્તમદાસ જોષીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા, તા.25 વડોદરા નજીક ભાયલી ખાતે નવરચના સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મોકલવાના બનાવની તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઇ અન્ય એજન્સીને સોંપવામાં આવી શકે છે જ્યારે આ ઇમેલ સાથે મલેશિયા કનેક્શન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નવરચના સ્કૂલ ભાયલી ખાતેના પ્રિન્સિપાલ કાશ્મીરા જયસ્વાલના ઇમેલ આઇડી પર ગઇકાલે મળસ્કે પોણા ચારની આસપાસ એક ઇમેલ આવ્યો હતો અને સ્કૂલ તેમજ યુનિવર્સિટીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા અફરાતફરી મચી ગઇ હતી. જિલ્લા પોલીસનાં કાફલાએ વ્યાપક ચેકિંગ કર્યા બાદ કશું નહી મળતા તંત્રએ રાહત અનુભવી હતી. દરમિયાન આ અંગે ઇન્દ્રવદન પરસોત્તમદાસ જોષીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.