નર્મદા: બાર વણઝાર ધોધથી પરત ફરતા વડોદરાના યુવકોની કાર કેનાલમાં ખાબકી, 1નું મોત, 3ને સ્થાનિકે બચાવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ગામ પાસેની કેનાલમાં વડોદરાથી ફરવા આવેલા યુવાનોની કાર ખાબકતા એક કરુણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવાનોને સ્થાનિક યુવકે પોતાના જીવના જોખમે બચાવી લીધા હતા, જ્યારે કાર ચલાવી રહેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, વડોદરાના સોમા તળાવ લીમડી ફળિયામાં રહેતા રોહિત વસાવા, હર્ષલ જગતાપ, સાહિલ નઝીર મલેક અને જયદીપ મૂળજી રાઠોડ એક કારમાં રાજપીપળા નજીક આવેલા બાર વણઝાર ધોધ ખાતે ન્હાવા માટે આવ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

