ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમાં પહોંચ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Narmada BJP Internal Factionalism: શિસ્તબદ્ધ પક્ષ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જેના કારણે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી છવાઈ રહી છે. જૂથવાદની આગ એટલી હદે ભભૂકી છે કે, ખુદ ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે બાંયો ચડાવી છે. ધારાસભ્યનો મોભો ન જળવાતાં પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સમક્ષ જિલ્લા પ્રમુખ નીલ રાવને હાંકી કાઢવા રજૂઆત કરાશે. આમ, ભાજપમાં શિસ્તના ચીથરા ઉડ્યાં છે પરિણામે પ્રદેશ નેતાગીરી પણ સ્તબ્ધ થઈ છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવા,નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવે ચલો કમલમના નારા સાથે સમર્થકોને લઈને ગાંધીનગરની વાટ પકડી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

