દુબઈથી સસ્તામાં ગોલ્ડ જવેલરી લાવવાના બહાને અભિનેત્રી સાથે મિત્રની રૂ.6 લાખની ઠગાઈ

- 'અમારી જામનગરમાં જવેલરી શોપ છે સસ્તામાં જોઈએ તો કહેજો' : દુબઈથી સસ્તામાં ગોલ્ડ જવેલરી લાવવાના બહાને અભિનેત્રી સાથે મિત્રની રૂ.6 લાખની ઠગાઈ- વરાછાની રીંકલ લેઉવા પાસે અનંત ફળદુએ પૈસા લીધા બાદ 15 થી 20 દિવસમાં દુબઈ જઈ જવેલરી લાવી આપવાના વાયદા કરી ફોન બંધ કરી દીધો : બે ગુજરાતી ફિલ્મમાં રીંકલને અનંત હસ્તક કામ મળ્યું હતું તેથી મિત્રતા થઈ હતી સુરત, : બે ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર વરાછાની અભિનેત્રીને દુબઈથી સસ્તામાં ગોલ્ડ જવેલરી લાવી આપવાનું કહી તેના જ ઉત્રાણ ખાતે રહેતા મિત્રએ રૂ.6 લાખ લીધા બાદ વાયદા કરી ફોન બંધ કરી દીધો હતો.આથી છેવટે અભિનેત્રીએ તેના વિરુદ્ધ કરેલીયા અરજીના આધારે કાપોદ્રા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગીર સોમનાથના ઉનાના ગાગડા પસવાડા ગામની વતની અને સુરતમાં વરાછા અશ્વનીકુમાર રોડ પી.પી.સવાણી સ્કુલની પાસે લક્ષ્મી નારાયણ સોસાયટી મકાન નં.બી/71 માં પરિવાર સાથે રહેતી 27 વર્ષીય રીંકલ રાજુભાઈ લેઉવાની પાંચ વર્ષ અગાઉ ફિલ્મમાં કાસ્ટીંગનું કામ કરતા અનંત ભરતકુમાર ફળદુ ( રહે.મકાન નં.47/48, વુંદાવન પાર્ક સોસાયટી, ગ્રીન પાર્કની પાછળ, ઉત્રાણ રેલ્વે ગરનાળા નજીક, ઉત્રાણ, સુરત. મુળ રહે. નપાળીયા, તા.કાલાવડ, જી.જામનગર ) સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર મુલાકાત થઈ હતી.અનંતે રીંકલને બે ગુજરાતી ફિલ્મ અંધકાર અને ધ લોટરીમાં કામ અપાવ્યું હતું.તે સમયગાળામાં રીંકલે તેની બહેનના લગ્ન માટે જવેલરી લેવાની છે તેવી વાત અનંતને કરતા તેણે અમારી જામનગરમાં જવેલરી શોપ છે અને તે માટે અવારનવાર દુબઈ જવેલરી લેવા જાય છે તેમ કહી જો તમારે સસ્તામાં ગોલ્ડ જવેલરી લેવી હોય તો કહેજો તેવી વાત કરી હતી.આથી રીંકલે ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં દુબઈથી સસ્તામાં ગોલ્ડ જવેલરી લાવવા માટે અનંતને રૂ.6 લાખ રોકડા અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી આપ્યા હતા.અનંતે 15 થી 20 દિવસમાં દુબઈ જવાનો છું તેમ કહી જવેલરી લાવવાનું આશ્વાસન આપ્યું હતું.થોડા દિવસ બાદ રીંકલે ફોન કરતા અનંતે પોતે દુબઈ છે, કામમાં રોકાયેલો છે તેવું કહી તેને ટાળી હતી.ત્યાર બાદ રીંકલ તેને ફોન કરતી તો તે વાયદા કરતો હતો અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો.તે પોતાના ઘરે પણ મળતો ન હોય રીંકલે તેના વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી.અરજીના આધારે કાપોદ્રા પોલીસે ગતરોજ અનંત વિરુદ્ધ રૂ.6 લાખની ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દુબઈથી સસ્તામાં ગોલ્ડ જવેલરી લાવવાના બહાને અભિનેત્રી સાથે મિત્રની રૂ.6 લાખની ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- 'અમારી જામનગરમાં જવેલરી શોપ છે સસ્તામાં જોઈએ તો કહેજો' : દુબઈથી સસ્તામાં ગોલ્ડ જવેલરી લાવવાના બહાને અભિનેત્રી સાથે મિત્રની રૂ.6 લાખની ઠગાઈ

- વરાછાની રીંકલ લેઉવા પાસે અનંત ફળદુએ પૈસા લીધા બાદ 15 થી 20 દિવસમાં દુબઈ જઈ જવેલરી લાવી આપવાના વાયદા કરી ફોન બંધ કરી દીધો : બે ગુજરાતી ફિલ્મમાં રીંકલને અનંત હસ્તક કામ મળ્યું હતું તેથી મિત્રતા થઈ હતી

સુરત, : બે ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર વરાછાની અભિનેત્રીને દુબઈથી સસ્તામાં ગોલ્ડ જવેલરી લાવી આપવાનું કહી તેના જ ઉત્રાણ ખાતે રહેતા મિત્રએ રૂ.6 લાખ લીધા બાદ વાયદા કરી ફોન બંધ કરી દીધો હતો.આથી છેવટે અભિનેત્રીએ તેના વિરુદ્ધ કરેલીયા અરજીના આધારે કાપોદ્રા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગીર સોમનાથના ઉનાના ગાગડા પસવાડા ગામની વતની અને સુરતમાં વરાછા અશ્વનીકુમાર રોડ પી.પી.સવાણી સ્કુલની પાસે લક્ષ્મી નારાયણ સોસાયટી મકાન નં.બી/71 માં પરિવાર સાથે રહેતી 27 વર્ષીય રીંકલ રાજુભાઈ લેઉવાની પાંચ વર્ષ અગાઉ ફિલ્મમાં કાસ્ટીંગનું કામ કરતા અનંત ભરતકુમાર ફળદુ ( રહે.મકાન નં.47/48, વુંદાવન પાર્ક સોસાયટી, ગ્રીન પાર્કની પાછળ, ઉત્રાણ રેલ્વે ગરનાળા નજીક, ઉત્રાણ, સુરત. મુળ રહે. નપાળીયા, તા.કાલાવડ, જી.જામનગર ) સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર મુલાકાત થઈ હતી.અનંતે રીંકલને બે ગુજરાતી ફિલ્મ અંધકાર અને ધ લોટરીમાં કામ અપાવ્યું હતું.તે સમયગાળામાં રીંકલે તેની બહેનના લગ્ન માટે જવેલરી લેવાની છે તેવી વાત અનંતને કરતા તેણે અમારી જામનગરમાં જવેલરી શોપ છે અને તે માટે અવારનવાર દુબઈ જવેલરી લેવા જાય છે તેમ કહી જો તમારે સસ્તામાં ગોલ્ડ જવેલરી લેવી હોય તો કહેજો તેવી વાત કરી હતી.


આથી રીંકલે ગત માર્ચ અને એપ્રિલ મહિનામાં દુબઈથી સસ્તામાં ગોલ્ડ જવેલરી લાવવા માટે અનંતને રૂ.6 લાખ રોકડા અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી આપ્યા હતા.અનંતે 15 થી 20 દિવસમાં દુબઈ જવાનો છું તેમ કહી જવેલરી લાવવાનું આશ્વાસન આપ્યું હતું.થોડા દિવસ બાદ રીંકલે ફોન કરતા અનંતે પોતે દુબઈ છે, કામમાં રોકાયેલો છે તેવું કહી તેને ટાળી હતી.ત્યાર બાદ રીંકલ તેને ફોન કરતી તો તે વાયદા કરતો હતો અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો.તે પોતાના ઘરે પણ મળતો ન હોય રીંકલે તેના વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી.અરજીના આધારે કાપોદ્રા પોલીસે ગતરોજ અનંત વિરુદ્ધ રૂ.6 લાખની ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.