થાન નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં સમસ્યાઓનો ડુંગર ખડકાતા શહેરીજનો પરેશાન

વોર્ડ નં. 2,3 અને 4માં રસ્તા મગરપીઠ સમાન હોય વાહનચાલકોમાં રોષનગરમાં ઠેર ઠેર ગંદકી, ગટર ઊભરાવી, પાણી, રોડના પ્રશ્ને મામલતદારને રજૂઆત કરાઈ સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની મુદત ગત ફેબ્રુઆરી માસમાં પુરી થઈ ગઈ છે સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકામાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે. ત્યારે શહેરીજનો સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આ બાબતે થાન મામલતદાર કચેરીમાં સમસ્યાઓના નિવારણ માટે રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની મુદત ગત ફેબ્રુઆરી માસમાં પુરી થઈ ગઈ છે. ત્યારે પાલિકામાં વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે. ત્યારે વહીવટદાર શાસનમાં પાલિકાનો વહીવટ કથળ્યો હોવાની અનેક વાર રાવ ઉઠે છે. ત્યારે શુક્રવારે બપોરે રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ પંચાલ, કાળુભાઈ અઘારા, કાળુભાઈ કાંજીયાની આગેવાનીમાં થાનના શહેરીજનોએ મામલતદારને રજૂઆત કરી હતી. વહીવટદાર તરીકે ફરજ નીભાવી રહેલા થાન મામલતદારને રજૂઆત કરતા લોકોએ જણાવ્યુ કે, થાન પાલિકાના સાતેય વોર્ડમા ઠેરઠેર ગંદકીનું સામ્રાજય છે. બીજી તરફ ગટરો ઉભરાઈ રહી છે. ગટરોના પાણી રસ્તા પર ફરી વળે છે. આ ઉપરાંત લોકોને પીવાનું શુધ્ધ પાણી મળતુ નથી. શહેરમાં રસ્તાઓ તુટી ગયા છે. તેમાં પણ પાલિકાના વોર્ડ નં. 2,3 અને 4માં મગરપીઠ સમાન રસ્તા બની ગયા છે. યુવાનો માટે સારૂ રમત ગમતનું મેદાન નથી. સવા લાખથી વધુ વસ્તી ધરાવતા થાનમાં વાંચન માટે લાયબ્રેરી પણ નથી. ત્યારે આ તમામ સમસ્યાઓનો હલ લાવવા માંગણી કરાઈ છે. અને જો માંગણી ન સંતોષાય તો આક્રમક આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

થાન નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં સમસ્યાઓનો ડુંગર ખડકાતા શહેરીજનો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વોર્ડ નં. 2,3 અને 4માં રસ્તા મગરપીઠ સમાન હોય વાહનચાલકોમાં રોષ
  • નગરમાં ઠેર ઠેર ગંદકી, ગટર ઊભરાવી, પાણી, રોડના પ્રશ્ને મામલતદારને રજૂઆત કરાઈ
  • સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની મુદત ગત ફેબ્રુઆરી માસમાં પુરી થઈ ગઈ છે

સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકામાં હાલ વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે. ત્યારે શહેરીજનો સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. આ બાબતે થાન મામલતદાર કચેરીમાં સમસ્યાઓના નિવારણ માટે રજૂઆત કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની મુદત ગત ફેબ્રુઆરી માસમાં પુરી થઈ ગઈ છે. ત્યારે પાલિકામાં વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે. ત્યારે વહીવટદાર શાસનમાં પાલિકાનો વહીવટ કથળ્યો હોવાની અનેક વાર રાવ ઉઠે છે. ત્યારે શુક્રવારે બપોરે રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ પંચાલ, કાળુભાઈ અઘારા, કાળુભાઈ કાંજીયાની આગેવાનીમાં થાનના શહેરીજનોએ મામલતદારને રજૂઆત કરી હતી. વહીવટદાર તરીકે ફરજ નીભાવી રહેલા થાન મામલતદારને રજૂઆત કરતા લોકોએ જણાવ્યુ કે, થાન પાલિકાના સાતેય વોર્ડમા ઠેરઠેર ગંદકીનું સામ્રાજય છે. બીજી તરફ ગટરો ઉભરાઈ રહી છે. ગટરોના પાણી રસ્તા પર ફરી વળે છે. આ ઉપરાંત લોકોને પીવાનું શુધ્ધ પાણી મળતુ નથી. શહેરમાં રસ્તાઓ તુટી ગયા છે. તેમાં પણ પાલિકાના વોર્ડ નં. 2,3 અને 4માં મગરપીઠ સમાન રસ્તા બની ગયા છે. યુવાનો માટે સારૂ રમત ગમતનું મેદાન નથી. સવા લાખથી વધુ વસ્તી ધરાવતા થાનમાં વાંચન માટે લાયબ્રેરી પણ નથી. ત્યારે આ તમામ સમસ્યાઓનો હલ લાવવા માંગણી કરાઈ છે. અને જો માંગણી ન સંતોષાય તો આક્રમક આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.