તરસાલી બાયપાસ નજીક દારૃ વેચતો આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,તરસાલી બાયપાસ નજીક મોપેડ પર દારૃ ભરેલો થેલો લઇને ઉભેલા આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે દારૃની ૩૮ બોટલ અને બિયરના ૧૭ ટીન કબજે લીધા છે.
મકરપુરા પોલીસનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, લલીત દુલાણી મોપેડ સાથે તરસાલી બાયપાસ સુરતથી અમદાવાદ જતા રોડની બાજુમાં કેશવ લેન્ડમાર્કની બાજુમાં વસાહતમાં દારૃનું વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા લલીત હોતચંદભાઇ દુલાણી (રહે. શરદ નગર, તરસાલી) મળી આવ્યો હતો.
What's Your Reaction?






