"તમે તમારી જાતને પાર્લામેન્ટથી પણ ઉપર સમજો છો?", બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે વન વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat High Court On Balaram Land Dispute: બનાસકાંઠાના બાલારામ સેંચુરીની જમીનનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં ગરમાયો છે. આ મામલે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે રાજ્ય સરકાર અને વન વિભાગના કાર્યપદ્ધતિ પર વેધક સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે, જ્યારે મામલો ન્યાયાધીન હોય ત્યારે અધિકારીઓ કાયદો હાથમાં કેવી રીતે લઈ શકે?
કોર્ટના તીખા સવાલો: કાયદો હાથમાં કેમ લીધો?
હાઈકોર્ટે વન વિભાગના અધિકારીઓને ફટકાર લગાવતા પૂછ્યું હતું કે, “આદિવાસીઓએ જ્યારે જમીન મામલે કેસ કર્યો હતો અને તે પડતર હતો, તેમ છતાં પોલીસ અને વન વિભાગના અધિકારીઓ તે જમીન પર શા માટે ગયા હતા?”
કોર્ટે વધુમાં સખત શબ્દોમાં ઉમેર્યું કે, “દેશની ઉચ્ચતમ પાર્લામેન્ટમાં જ્યારે આ મામલો નિર્ણયાધીન હોય, ત્યારે તમારા અધિકારીઓ ત્યાં પહોંચી કેવી રીતે ગયા? શું તમે તમારી જાતને પાર્લામેન્ટ કરતા પણ ઉચ્ચ સમજો છો?”
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

