ડેટિંગ એપ પર પતિ શોધતી યુવતી ખાખીને જોઈ અંજાઈ ગઈ, સાઈબર ક્રાઈમનો PSI ઠગ નીકળ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરના મીઠાખળી વિસ્તારમાં રહેતી એક યુવતીને ડેટિંગ એપ પર યુવકે પોતે સાયબર ક્રાઇમ્માં પીએસઆઇ હોવાની ખોટી ઓળખ આપી હતી. પોલીસ યુનિફેર્મવાળો ફેટો મોકલી, લગ્નની લાલચ આપી યુવકે યુવતી પાસેથી 80 હજાર રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં યુવતીને જાણ થઇ કે આ યુવક કોઇ પોલીસ અધિકારી નથી, બલ્કે ઠગ છે. આ અંગે યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરૂદ્ધ છેતરપિંડીની ફ્રીયાદ નોંધાવી છે. મીઠાખળી વિસ્તારમાં 35 વર્ષીય યુવતી તેની બહેનપણી સાથે ભાડે ફ્લેટ રાખીને રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ યુવતી લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધવા ડેટિંગ એપનો ઉપયોગ કરતી હતી. ગત 11 મે 2026ના રોજ રોકી પંચાલ નામના યુવક સાથે ડેટિંગ એપના માધ્યમથી તેનો સંપર્ક થયો હતો. રોકીએ પોતાની પ્રોફઇલમાં પીએસઆઇનો યુનિફેર્મ પહેરેલો ફેટો મૂક્યો હતો. ત્યારબાદ તેણે ઈન્સ્ટાગ્રામ મારફ્તે યુવતીનો સંપર્ક કરી વાતચીત શરૂ કરી હતી. રોકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પણ ક્રાઇમ બ્રાન્ચ સાયબર સિક્યુરિટી ઓફ્સિર લખેલું હતું. રોકી અને યુવતી અવારનવાર વીડિયો તેમજ નોર્મલ કોલથી વાતચીત કરતા હતા, જેમાં રોકી પોતે પીએસઆઇ હોવાનો દાવો કરીને લગ્ન કરવાની વાતો કરતો હતો. ગત 16 મેના રોજ રોકી યુવતીને તેના ઘરે મળવા ગયો હતો. ત્યાં તેણે સેટેલાઇટમાં મકાનનું કામ ચાલતું હોવાથી પોતે આર્થિક મુશ્કેલીમાં હોવાનું બહાનું કાઢીને યુવતી પાસેથી ગુગલ પે મારફ્તે 80 હજાર પડાવી લીધા હતા. આ પછી રોકીએ યુવતીને વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી એક હોટેલમાં મળવા બોલાવીને કહ્યું કે, મારે મોબાઇલ હપ્તેથી લેવો છે, તેથી તારું [Aadhaar Redacted], પાનકાર્ડ આપ અને બીજા 60 હજાર રૂપિયા પણ આપ.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

