ડભોઇમાંથી પસાર થતી પોર શાખા કેનાલમાં ઠેર-ઠેર પડેલાં ગાબડા

મેન્ટેનન્સના કામમાં ભ્રષ્ટાચારને પગલે ક્યાંક જમતું પાણીખેડૂતોએ વાંરવાર રજૂઆત કરવા છતાં કોઇ સાંભળનાર જ નથી ડભોઇ પાસે પોર નર્મદા બ્રાંચ કેનાલમાં પડેલા ગાબડા નજરે પડે છે. ડભોઇથી પસાર થતી પોર શાખા કેનાલમાં ઠેર-ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે. મેન્ટેનન્સનો ક્યાંક કોન્ટ્રાક્ટ તો ક્યાંક તંત્ર દ્વારા કરાવે પરંતુ સમારકામમાં પણ કેવળ ભ્રષ્ટાચારના ગાબડા પડતા હોય ગાબડામાંથી ક્યાંક જમતા પાણી તો ક્યાંક વહેતા પાણીનું નુકસાન તો નજીકના ખેડૂતોને જ વેઠવાનો વારો આવે છે. ભોગ બનતા ખેડૂતોએ વારંવાર નહેરની કચેરીઓમાં રજૂઆતો પણ કરી છે. પરંતુ સાંભળે કોણ ? સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા માંથી પસાર થતી પોર શાખા જે મુખ્ય નહેર છે જે ડભોઇમાંથી પસાર થાય છે જે નહેરમાં મસમોટા ગાબડા પડયા છે. ડભોઇથી જ પસાર થતી આ પોર શાખા કેનાલથી નહેર ખાતાની કચેરી પણ નજીક જ છે. એટલું નહીં કેનાલ પર ગેટમેનો વોચમેનો પણ પોતાની ફરજ બજાવે છે ક્યારેક અધિકારી વર્ગ પણ આ ચેનલની વિઝીટે પણ નીકળતા હોય છે. શું તેમને આ ગાબડા નજર આવતા નહીં હોય? સ્પષ્ટ પણે અનેકો જગ્યાએ કેનાલમાં મસ્ત મોટા ગાબડા પડયા છે જે કેમેરામાં કેદ થયા છે. મહત્વને નોંધનીય બાબત ડભોઇ નર્મદા નિગમની ઓફ્સિથી માત્ર 200 મીટર દૂર આવેલી છે. તો શું આ અધકારી કે કર્મચારીઓ ને કેનાલ પર જઈ તેનું નિરીક્ષણ કરવાનો પણ સમય નથી કે ભ્રષ્ટાચારની પોલ ખુલી જાય તેની ડર લાગી રહ્યો છે. પોર મુખ્ય શાખા નહેરમાં નર્મદા નિગમ દ્વારા આ કેનાલ ને રીપેરીંગ કરવા કોન્ટ્રાક્ટ ટેન્ડર બહાર પાડે છે પરંતુ કેટલાક અધિકારીઓની અને કર્મીઓની મિલીભગતથી તેમના પાપે કોન્ટ્રાક્ટરો ને જાણે ફવતું મળી જાય છે તેવી રીતે તકલાદી મટીરીયલનો ઉપયોગ કરી ન જેવા ઠીંગડા મારી રીપેરીંગ કરી દેવામાં આવે છે પરંતુ તે રીપેરીંગ ટકતું નથી જેના કારણે આ પોર શાખામાં ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળ્યા હતા. હવે આ કેનાલ તૂટી જાય તો તેનો જવાબદાર કોણ?

ડભોઇમાંથી પસાર થતી પોર શાખા કેનાલમાં ઠેર-ઠેર પડેલાં ગાબડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મેન્ટેનન્સના કામમાં ભ્રષ્ટાચારને પગલે ક્યાંક જમતું પાણી
  • ખેડૂતોએ વાંરવાર રજૂઆત કરવા છતાં કોઇ સાંભળનાર જ નથી
  • ડભોઇ પાસે પોર નર્મદા બ્રાંચ કેનાલમાં પડેલા ગાબડા નજરે પડે છે.

ડભોઇથી પસાર થતી પોર શાખા કેનાલમાં ઠેર-ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે. મેન્ટેનન્સનો ક્યાંક કોન્ટ્રાક્ટ તો ક્યાંક તંત્ર દ્વારા કરાવે પરંતુ સમારકામમાં પણ કેવળ ભ્રષ્ટાચારના ગાબડા પડતા હોય ગાબડામાંથી ક્યાંક જમતા પાણી તો ક્યાંક વહેતા પાણીનું નુકસાન તો નજીકના ખેડૂતોને જ વેઠવાનો વારો આવે છે. ભોગ બનતા ખેડૂતોએ વારંવાર નહેરની કચેરીઓમાં રજૂઆતો પણ કરી છે. પરંતુ સાંભળે કોણ ?

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા માંથી પસાર થતી પોર શાખા જે મુખ્ય નહેર છે જે ડભોઇમાંથી પસાર થાય છે જે નહેરમાં મસમોટા ગાબડા પડયા છે. ડભોઇથી જ પસાર થતી આ પોર શાખા કેનાલથી નહેર ખાતાની કચેરી પણ નજીક જ છે. એટલું નહીં કેનાલ પર ગેટમેનો વોચમેનો પણ પોતાની ફરજ બજાવે છે ક્યારેક અધિકારી વર્ગ પણ આ ચેનલની વિઝીટે પણ નીકળતા હોય છે. શું તેમને આ ગાબડા નજર આવતા નહીં હોય? સ્પષ્ટ પણે અનેકો જગ્યાએ કેનાલમાં મસ્ત મોટા ગાબડા પડયા છે જે કેમેરામાં કેદ થયા છે. મહત્વને નોંધનીય બાબત ડભોઇ નર્મદા નિગમની ઓફ્સિથી માત્ર 200 મીટર દૂર આવેલી છે. તો શું આ અધકારી કે કર્મચારીઓ ને કેનાલ પર જઈ તેનું નિરીક્ષણ કરવાનો પણ સમય નથી કે ભ્રષ્ટાચારની પોલ ખુલી જાય તેની ડર લાગી રહ્યો છે. પોર મુખ્ય શાખા નહેરમાં નર્મદા નિગમ દ્વારા આ કેનાલ ને રીપેરીંગ કરવા કોન્ટ્રાક્ટ ટેન્ડર બહાર પાડે છે પરંતુ કેટલાક અધિકારીઓની અને કર્મીઓની મિલીભગતથી તેમના પાપે કોન્ટ્રાક્ટરો ને જાણે ફવતું મળી જાય છે તેવી રીતે તકલાદી મટીરીયલનો ઉપયોગ કરી ન જેવા ઠીંગડા મારી રીપેરીંગ કરી દેવામાં આવે છે પરંતુ તે રીપેરીંગ ટકતું નથી જેના કારણે આ પોર શાખામાં ઠેર ઠેર ગાબડા પડેલા જોવા મળ્યા હતા. હવે આ કેનાલ તૂટી જાય તો તેનો જવાબદાર કોણ?