ડભોઇમાં મહિલાઓ સહિતના ટોળાએ પોલીસને ઘેરીને જીવલેણ હુમલો કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડભોઈ તા.૪ ડભોઈ મહુડી ભાગોળ વિસ્તારમાં ઘર પાસે છોડ મૂકવા બાબતે બે પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ પોલીસ કાર્યવાહી કરતી હતી ત્યારે એક જૂથના લોકોએ અમોને જ પકડો છો તેમ કહી પોલીસ પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઇ છે. મહિલાઓ સહિતના ટોળાના હુમલામાં બે પોલીસ કોન્સ્ટેબલોને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે આ અંગે ગુનો નોંધી વડોદરાના તાંદલજા વિસ્તારના બે સહિત ચારની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇમાં મહુડીભાગોળ વિસ્તારમાં આવેલી સાફીયાપાર્ક સોસાયટીમાં ઘર પાસે છોડ મૂકવા મુદ્દે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બંને પક્ષોની અરજીના આધારે પોલીસ તપાસ કરતી હતી જ્યારે એક પક્ષના હુમલામાં બે ઇજાગ્રસ્તોને સરકારી દવાખાનામાં દાખલ કરાયા હતાં.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

