ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Schools Misuse Tuition Fee Orders: ખાનગી સ્કૂલોની ફીને લઈને સુપ્રીમ કોર્ટના તાજેતરના વચગાળાના હુકમનું યોગ્ય રીતે કે એકસમાન રીતે પાલન ન થતુ હોઈ પહેલીવાર ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો છે. અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેને પત્ર લખ્યું, 'સુપ્રીમ કોર્ટના વચગાળાના હુકમ અનુસાર ફી ઉઘરાવવા મુદ્દે એક પરિપત્ર જાહેર કરવામાં આવે. જેથી અસમંજસતા દૂર થાય અને વાલીઓને પણ મૂંઝવણ ન રહે.'
ફી મુદ્દે ફરિયાદો થઈ
અનેક ખાનગી સ્કૂલો દ્વારા ટર્મ ફી અને ટ્યુશન ફી સહિતની જુદી અનેક ફી લેવામા આવતી હોય છે અને આ મુદ્દે ફરિયાદો પણ થઈ ચૂકી છે.
What's Your Reaction?






