ટીયર ગેસના કારણે રિવરફ્રન્ટે રાહદારી, વાહનચાલકોની આંખોમાં બળતરા થઈ

Jul 10, 2026 - 03:00
ટીયર ગેસના કારણે રિવરફ્રન્ટે રાહદારી, વાહનચાલકોની આંખોમાં બળતરા થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રથયાત્રાને લઇને પોલીસકર્મીઓએ શાહીબાગમાં પોલીસ હેડક્વાર્ટરમાં ટીયર ગેસની પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે નજીક આવેલા રિવરફ્રન્ટ વિસ્તારમાં નિકળતા રાહદારી, વાહનચાલકોની આંખોમાં બળતરા થવા લાગતા થોડા સમય અફરાતફરી મચી ગઈ હતી. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, આ રૂટિન પ્રેક્ટિસ છે. ટીયર ગેસના કારણે લોકોની આંખોમાં બળતરા થવાની ફરિયાદો અમારા ધ્યાને આવી છે .બીજી વખત આવો બનાવ ન બને તેનુ ધ્યાન રાખીને પ્રેક્ટિસ કરાવવામાં આવશે. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં રથયાત્રાને લઇને પોલીસકર્મીઓ ગુરૂવારે ટીયર ગેસ છોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ટીયર ગેસને કારણે હેડક્વાર્ટરથી 500 મીટર એરિયામાં રાહદારીઓ અને વાહનચાલકોને આંખમાં બળતરા થતાં તાત્કાલિક પાણીનો છંટકાવ કરવાની ફરજ પડી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0