જોડીયામાં જમીનના રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, ખેડૂત પર કુહાડી અને લાકડીથી હુમલો : પાડોશી દંપત્તિ સામે ફરિયાદ

Jun 16, 2026 - 20:30
જોડીયામાં જમીનના રસ્તાના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, ખેડૂત પર કુહાડી અને લાકડીથી હુમલો : પાડોશી દંપત્તિ સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar : જોડીયા નજીક વાડી વિસ્તારમાં જમીન સંબંધિત મામલે થયેલા વિવાદમાં એક વૃદ્ધ ખેડૂત પર કુહાડી અને લાકડી વડે હુમલો કરવામાં આવતા ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત ખેડૂતને માથામાં ગંભીર ઇજા થતાં તેમની સર્જરી કરવી પડી હોવાનું જાણવા મળ્યું છે.

ફરિયાદ મુજબ જોડીયાના લક્ષ્મીપરા સ્થિત સરદાર સોસાયટીમાં રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા નરભેરામભાઈ પ્રેમજીભાઈ ભીમાણી પોતાની પત્ની ચંદ્રિકાબેન સાથે વાડીમાં ખેતીકામ કરી રહ્યા હતા. દરમિયાન ચા પીવા માટે તેઓ વાડીના ઓરડા પાસે ગયા હતા. તે સમયે નજીકની વાડીમાં ખેતી કરતા નિલેશભાઈ હંસરાજભાઈ કુંડારિયા અને તેમની પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0