જૂનાગઢમાં ભાજપના જ ધારાસભ્ય પોલીસ સામે ધરણાં પર બેઠા, 70-70 હજાર રૂપિયાના હપ્તા લેવાતા હોવાનો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Junagadh News : જૂનાગઢના માણાવદર અને બાંટવા વિસ્તારમાં પોલીસની મિલીભગતથી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાને લઈને ભાજપના જ ધારાસભ્યે ગંભીર આક્ષેપ કર્યા છે. જેને લઈને MLA અરવિંદ લાડાણી પોલીસ સામે ધરણાં પર બેઠા છે. ધારાસભ્યે માણાવદર અને બાંટવા પોલીસ દિવસના 70-70 હજાર રૂપિયાનો હપ્તા લેતી હોવાના આક્ષેપ કર્યા છે.
મળતી માહિતી મુજબ, ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા છે. લાડાણીએ આક્ષેપ કર્યા છે કે, પોલીસ અધિકારીઓ હપ્તા લઈને હરતી ફરતી ક્લબ ચલાવાની મંજૂરી આપી રહ્યા છે.
What's Your Reaction?






