જામનગરમાં ઝુલુસ દરમિયાન 'સર તન સે જુદા' નારા લગાવતા હોવાનો ઓડિયો-વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રની કાર્યવાહી

Oct 11, 2025 - 18:00
જામનગરમાં ઝુલુસ દરમિયાન 'સર તન સે જુદા' નારા લગાવતા હોવાનો ઓડિયો-વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રની કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર શહેરમાં ઈદે મિલાદના તહેવારના ઝુલુસમાં દરબારગઢ વિસ્તારમાં કેટલાક શખ્સોએ વિચિત્ર ઝંડાઓ સાથે 'સર તન સે જૂદા કરી દેવાનો ઓડિયો-વીડિયો વાયરલ કરીને સુલેહ શાંતિનો ભંગ કરવાનું કૃત્ય આચર્યું હોવાથી આ મામલામાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે, અને જાતે ફરિયાદી બનીને વીવાદાસ્પદ નારા લગાવનારા 7 શખસો સામે ગુનો નોંધ્યો હોવાથી શહેર ભરમાં ચકચાર જાગી છે. પોલીસે સાતેય શખ્સોની ધરપકડ માટે શોધખોળ આરંભી છે. 

જામનગર શહેરમાં ગત ઈદે મિલાદ તહેવાર દરમિયાન દરબારગઢ વિસ્તારમાંથી એક ઝુલુસ નીકળ્યું હતું, જેમાં દરબારગઢ સર્કલ તેમજ બર્ધન ચોકના અમુક ઈસમો અલગ-અલગ ડિઝાઈનના ઝંડા લઈ ફરકાવતા જોવામાં આવ્યા હતા, અને અલ્લાહુ અકબરના નારા લગાવતા હતા. જેમાં એક શખસ ઉપર લીલા કલરનો અને નીચે સફેદ કલરનો ઝંડા સાથે જનૂની નારામાં સર તને સે જ કરી દેવાનો ઓડિયો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કરી કોમી વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય આચર્યું હતું. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0