જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવ : ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસૂલાયો

Jun 9, 2026 - 18:00
જામનગરના સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવ : ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસૂલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Traffic Police : જામનગર શહેરમાં ટ્રાફિક નિયમોના અસરકારક અમલ અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી સાતરસ્તા વિસ્તારમાં વિશેષ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર વિભાગના ડીવાયએસપીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં યોજાયેલી આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. 

ડ્રાઇવ દરમિયાન સાતરસ્તા વિસ્તારમાંથી પસાર થતા અનેક વાહનોની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને ફોરવ્હીલ વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલી ડાર્ક ફિલ્મ સામે ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પોલીસે અનેક કારોને અટકાવી તેમની તપાસ કરી હતી, અને નિયમોનો ભંગ કરતી ગાડીઓમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરાવી સંબંધિત વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0