જામનગરના બ્રાસ પાર્ટના વેપારીએ સાયબર ફ્રોડમાં 1.87 કરોડ ગુમાવ્યા

Oct 14, 2025 - 08:30
જામનગરના બ્રાસ પાર્ટના વેપારીએ સાયબર ફ્રોડમાં 1.87 કરોડ ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાતાં તપાસ હૈદરાબાદ, મુંબઈ ભણી : ઓનલાઈન ટ્રેડિંગ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાના બહાને 7 માસમાં કટકે કટકે ઠગ ટોળકીએ રકમ પડાવી : 1 શખ્સની અટકાયત

જામનગર, : જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા બ્રાસપાર્ટના એક વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા છે, અને ઓનલાઇન ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને સાત મહિનાના સમયગાળા દરમિયાન કટકે કટકે ૧ કરોડ ૮૭ લાખ જેવી માતબર રકમનું રોકાણ કરી લીધા બાદ સાયબર ચોર ટોળકીએ એકાઉન્ટ બંધ કરી દઈ વેપારીના નાણા પચાવી પાડતાં મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

 ઠેબા ગામમાં રહેતા અને બ્રાસપાર્ટનો વેપાર કરતા કૌશિકભાઈ જયસુખભાઈ અગ્રાવત નામના વેપારીએ જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરી જણાવ્યું છે, કે પોતાને વોટ્સએપ કોલ મારફતે કોન્ટેક કરી ટ્રેડિંગ એડવાઈઝર તરીકેની ઓળખ આપીને અલગ અલગ કંપનીની સ્કીમમાં રોકાણ કરી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી તેની પાસેથી કટકે કટકે 1,87,44,407 જેવી માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા બાદ રકમ કે વળતર પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવ્યા છે.

 ફરિયાદી વેપારીને જાન્યુઆરી માસમાં વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો, અને એ કંપનીને પ્રોફાઇલ મૂકવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0