જામનગર-લાલપુર ધોરી માર્ગ પર બાઈક સ્લીપ થઈને ખાડામાં પડતાં જામનગરના યુવાનનો ભોગ લેવાયો

Jul 18, 2025 - 14:30
જામનગર-લાલપુર ધોરી માર્ગ પર બાઈક સ્લીપ થઈને ખાડામાં પડતાં જામનગરના યુવાનનો ભોગ લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Accident : જામનગર લાલપુર ધોરી માર્ગ પર ચેલા ગામના પાટીયા નજીક એક બાઈક સ્લીપ થઈને ખાડામાં પડ્યું હતું, જેથી બાઇક સવાર જામનગરના યુવાનનું ગંભીર ઇજા બાદ મૃત્યુ નિપજ્યું છે. 

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રહેતો નવાજ સિદ્દીકભાઈ શમા નામનો 25 વર્ષનો યુવાન ગઈકાલે રાત્રે પોતાનું બાઈક લઈને જામનગર લાલપુર ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ચેલા ગામના પાટીયા પાસે એકાએક ખાડો આવતા પોતે બેલેન્સ ગુમાવતાં બાઈક સાથે નીચે ખાબકયો હતો. ઉપરાંત તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તબીબો દ્વારા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0