જામનગર PGVCL કચેરી દ્વારા વીજબિલના બાકી નાણાની વસુલાત માટે કડક કામગીરી : 3894 વિજ જોડાણ કટ કરાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar PGVCL : જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના બંને જિલ્લામાં બાકી રોકાતી વીજ બિલની વસૂલાત માટે વીજ જોડાણ કટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. કુલ 148.28 લાખની બાકી વસૂલાત અન્વયે 3894 વીજ જોડાણ કટ કરવામાં આવ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે.
પીજીવીસીએલ-જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર જીલ્લા તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના વીજ ગ્રાહકોની નાણાકીય વર્ષ 2025-26 ના ફેબ્રુઆરી-2026 દરમ્યાન વીજ બીલ પેટે માતબર રકમ બાકી હોય જેથી બાકી બીલની રકમ વાળા ગ્રાહકો સામે ચાલુ માસમાં જ નાણાની વસૂલાત કરવા માટે ખૂબ જ કડકાઇથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

