ઘેલા સોમનાથના શ્રાવણી મેળામાં 48 શિક્ષકોને VVIP ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાતા વિવાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Teacher controversy: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક અનોખો અને વિવાદિત નિર્ણય સામે આવ્યો છે, જેને શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. ઘેલા સોમનાથના સુપ્રસિદ્ધ શ્રાવણી મેળા દરમિયાન VVIP ભક્તો માટેની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની સમગ્ર જવાબદારી 48 જેટલા શિક્ષકોને સોંપવામાં આવી છે. આ નિર્ણયથી આખો શ્રાવણ મહિનો શિક્ષકો VVIP ની સેવામાં વ્યસ્ત રહેશે, જેને કારણે તેમના મૂળભૂત શૈક્ષણિક કાર્ય પર અસર પડવાની આશંકા સેવાઈ રહી છે.
મંદિર ટ્રસ્ટ અને નાયબ કલેકટરના આદેશ મુજબ, જસદણના શિક્ષકોને શ્રાવણી મેળામાં VVIP ની ભોજન વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આપવામાં આવી છે. આ કામગીરીનું સુપરવિઝન જસદણના TPEO (તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી) ને સોંપાયું છે.
What's Your Reaction?






