ગુજરાતના જાહેર સાહસના સરકારી કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 7મા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Good News For Government Employees : રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના નાણા વિભાગે એક ઠરાવ પસાર કરીને આ કર્મચારીઓ માટે સાતમા પગારપંચ અનુસાર માસિક લઘુતમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કર્યું છે. આ નિર્ણયનો અમલ 1ઓક્ટોબર 2025થી કરવામાં આવશે.
રાજ્ય સરકારે આપી મોટી રાહત
નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા ઠરાવની પ્રસ્તાવનામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે રાજ્ય સરકારમાંથી જાહેર સાહસોમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન ચૂકવવા અંગેની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી.
What's Your Reaction?






