ગુજરાતના IPS અધિકારીઓનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, વડોદરા અને અમદાવાદના DCP સહિત ખેડા SP નો શ્રેષ્ઠ કામગીરીમાં સમાવેશ

Aug 18, 2026 - 18:00
ગુજરાતના IPS અધિકારીઓનો રાષ્ટ્રીય સ્તરે ડંકો, વડોદરા અને અમદાવાદના DCP સહિત ખેડા SP નો શ્રેષ્ઠ કામગીરીમાં સમાવેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશના 100 બેસ્ટ પોલીસ ચીફની યાદીમાં ગુજરાતના ત્રણ IPS અધિકારીઓને સ્થાન મળ્યું છે. FAME India અને India Post દ્વારા કરવામાં આવેલા સરવેમાં ગુજરાતના અધિકારીઓની કામગીરીને બિરદાવવામાં આવી છે. ક્રાઈમ કંટ્રોલ, કાયદો-વ્યવસ્થા જાળવણી અને પોલીસિંગ ક્ષેત્રે કામગીરી સહિતના વિવિધ માપદંડોના આધારે અધિકારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

વડોદરા-અમદાવાદના DCPની કામગીરીની નોંધ લેવાઈ

આ યાદીમાં વડોદરા શહેરના DCP જગદીશ ચાવડા અને અમદાવાદના DCP હર્ષદકુમાર પટેલનો સમાવેશ થયો છે. બંને અધિકારીઓની કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટેની કામગીરીને સરવેમાં મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતના બે મોટા શહેરોમાં પોલીસિંગની જવાબદારી સંભાળતા આ અધિકારીઓને દેશના શ્રેષ્ઠ પોલીસ અધિકારીઓમાં સ્થાન મળતાં પોલીસ વિભાગમાં પણ ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

ખેડાના SP વિજય પટેલને પણ મળ્યું સ્થાન

ખેડા જિલ્લાના SP વિજય પટેલનો પણ દેશના 100 બેસ્ટ પોલીસ ચીફની યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લાના સ્તરે કાયદો-વ્યવસ્થા જાળવણી, ગુનાખોરી સામેની કાર્યવાહી અને પોલીસ કામગીરીના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તેમને સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતના ત્રણ IPS અધિકારીઓની પસંદગી રાજ્યના પોલીસ વિભાગ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Gir Somnath News : વેરાવળ પાલિકા કચેરીમાં જ રખડતાં પશુઓનો આતંક, તંત્રની કામગીરી સામે સવાલો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0