ગુજરાત પ્રવાસ: સાબરકાંઠાનું ઐતિહાસિક નગર, જેનો ઇતિહાસ પણ છે રસપ્રદ, વાંચો વિગત
ઈડર તેના ઈડરીયા ગઢને કારણે જાણીતું છેઈડરના ગઢને જીતનું પ્રતિક માનવામાં આવે છે ઈડરિયા ગઢનો રસપ્રદ ઈતિહાસ ગુજરાતના સાબરકાંઠામાં આવેલું છે ઈડર જેને એક ઐતિહાસિક નગર પણ કહેવામાં આવે છે. ત્યારે ખાસ કરીને ઈડર તેના ઈડરીયા ગઢને કારણે જાણીતું છે. અજેય ગણાતા ઈડરના ગઢ એ જીતનું પ્રતિક છે. હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા ઈડરિયા ગઢનો ઈતિહાસ પણ રસપ્રદ છે. ચોમાસામાં ચોક્કસ લો ઈડરિયા ગઢની મુલાકાત ઈડરિયા ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર કુદરતી રીતે શીતલ જળનો અભિષેક થતો હોય છે. અહીં અવિરત વહે છે જલધારા. જ્યાં વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. ઉલ્લેખનીય છે કે, ચોમોસાની સિઝનમાં તમે ઈડરિયા ગઢની મુલાકાત લઈ શકો છો. ઈડરિયા ગઢની મુલાકાત એડવેન્ચર ભરી રહેશે જો તમને ટ્રેકિંગનો શોખ છે તો ટ્રેકિંગના શોખીન લોકો માટે ઈડરિયા ગઢની મુલાકાત ચોક્કસ એડવેન્ચર ભરી રહેશે. ઈડર અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું અને ઈડર અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે. વિશાલ શીલાઓ વચ્ચે ઈડર શહેર અડીખમ મહત્વનું કહી શકાય કે, ભારતભરમાં જાણીતા ઇડરની વિશાળકાળ શીલાઓ વિશિષ્ટ ઓળખ છે. પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે ઈડર શહેર પણ વર્ષોથી અડીખમ ઉભેલું છે. સાથે જ ઈડરિયો ગઢ પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર છે જે ઈડર ગઢના બે-ચાર પગથિયાં ચઢતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આવેલું છે. ગઢની મજા માણવા આવો તો અહીં ચોક્કસ જજો રાજ મહેલ, પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર, પાતાળ કુંડ, અને દિગમ્બર/શ્વેતામ્બર જૈના દેરાસરોની સુંદરતાનો આ ફરવાલાયક સ્થળમાં સમાવેશ થાય છે અને લોકો દૂરથી આ ગઢની મજા માણવા આવે છે. ઈડર ઘાટી ઉતરતા જ આવેલી છે પૌરાણિક વાવ અહીં ત્રણેક કિલોમીટર અંતરે ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્દ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતુ શ્રીમદ્દ રાજચંદ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે. સાથે જ ઈડર ઘાટી ઉતરતા પૌરાણિક વાવ પણ આવેલી છે. ત્યાં પાસે આવેલી રણમલ ચોકી પણ જોવા જેવું ફૅમસ સ્થળ છે. ઈડરિયા ગઢમાં આવેલા રમણીય સ્થળો આ ઉપરાંત ઈડરિયા ગઢની ઉપર તળાવ, પવન પાવડીઓ, સાપ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર તેમજ સનસેટ પોઈન્ટ જોવા જેવ રમણીય સ્થળો આવેલો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ઈડર તેના ઈડરીયા ગઢને કારણે જાણીતું છે
- ઈડરના ગઢને જીતનું પ્રતિક માનવામાં આવે છે
- ઈડરિયા ગઢનો રસપ્રદ ઈતિહાસ
ગુજરાતના સાબરકાંઠામાં આવેલું છે ઈડર જેને એક ઐતિહાસિક નગર પણ કહેવામાં આવે છે. ત્યારે ખાસ કરીને ઈડર તેના ઈડરીયા ગઢને કારણે જાણીતું છે. અજેય ગણાતા ઈડરના ગઢ એ જીતનું પ્રતિક છે. હજારો વર્ષથી અનેક ઘટનાઓની સાક્ષી બનેલા ઈડરિયા ગઢનો ઈતિહાસ પણ રસપ્રદ છે.
ચોમાસામાં ચોક્કસ લો ઈડરિયા ગઢની મુલાકાત
ઈડરિયા ગઢની અંદર જ આવેલ ઝરણેશ્વર મહાદેવ પર કુદરતી રીતે શીતલ જળનો અભિષેક થતો હોય છે. અહીં અવિરત વહે છે જલધારા. જ્યાં વિશાલ પથ્થરની નીચે ગુફામાં ઉતરતા જ શિવલિંગનાં દર્શન થાય છે. ઉલ્લેખનીય છે કે, ચોમોસાની સિઝનમાં તમે ઈડરિયા ગઢની મુલાકાત લઈ શકો છો.
ઈડરિયા ગઢની મુલાકાત એડવેન્ચર ભરી રહેશે
જો તમને ટ્રેકિંગનો શોખ છે તો ટ્રેકિંગના શોખીન લોકો માટે ઈડરિયા ગઢની મુલાકાત ચોક્કસ એડવેન્ચર ભરી રહેશે. ઈડર અમદાવાદથી 120 કિલોમીટર દુર આવેલું અને ઈડર અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું અને વિકસેલું છે.
વિશાલ શીલાઓ વચ્ચે ઈડર શહેર અડીખમ
મહત્વનું કહી શકાય કે, ભારતભરમાં જાણીતા ઇડરની વિશાળકાળ શીલાઓ વિશિષ્ટ ઓળખ છે. પથ્થરની વિશાલ શીલાઓ વચ્ચે ઈડર શહેર પણ વર્ષોથી અડીખમ ઉભેલું છે. સાથે જ ઈડરિયો ગઢ પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર છે જે ઈડર ગઢના બે-ચાર પગથિયાં ચઢતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આવેલું છે.
ગઢની મજા માણવા આવો તો અહીં ચોક્કસ જજો
રાજ મહેલ, પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર, પાતાળ કુંડ, અને દિગમ્બર/શ્વેતામ્બર જૈના દેરાસરોની સુંદરતાનો આ ફરવાલાયક સ્થળમાં સમાવેશ થાય છે અને લોકો દૂરથી આ ગઢની મજા માણવા આવે છે.
ઈડર ઘાટી ઉતરતા જ આવેલી છે પૌરાણિક વાવ
અહીં ત્રણેક કિલોમીટર અંતરે ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ્દ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતુ શ્રીમદ્દ રાજચંદ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે. સાથે જ ઈડર ઘાટી ઉતરતા પૌરાણિક વાવ પણ આવેલી છે. ત્યાં પાસે આવેલી રણમલ ચોકી પણ જોવા જેવું ફૅમસ સ્થળ છે.
ઈડરિયા ગઢમાં આવેલા રમણીય સ્થળો
આ ઉપરાંત ઈડરિયા ગઢની ઉપર તળાવ, પવન પાવડીઓ, સાપ આકારના પથ્થરો, મહેલની પાસે આવેલો પકોડી આકાર ધરાવતો પથ્થર તેમજ સનસેટ પોઈન્ટ જોવા જેવ રમણીય સ્થળો આવેલો છે.