ગુજરાત AIMIMના પ્રમુખ સાબિર કાબલીવાલાનું ચોંકાવનારું નિવેદન, 'ભાજપ ગુંડાઓ પેદા કરે છે'
મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની ગઈકાલે રાત્રે હત્યા કરવામાં આવી હતી, જેને લઈને આજે ગુજરાત AIMIM પ્રમુખ સાબિર કાબલીવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે દેશમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.બાબા સિદ્દીકીની હત્યાની ઘટના પર સાબિર કાબલીવાલાએ દુ:ખ વ્યક્ત કર્યુ બાબા સિદ્દીકીની હત્યાની ઘટના પર સાબિર કાબલીવાલાએ દુ:ખ વ્યક્ત કર્યુ અને એક બાદ એક મુસ્લિમ નેતાઓની હત્યા કરવામાં આવી રહી છે, આ તમામ ઘટનાઓ પાછળ સરકારનો હાથ છે. દેશમાંથી મુસ્લિમ નેતાઓનો સફાયો કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ભાજપ સરકાર છાવરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ સામે તપાસ ધીમી થઈ રહી છે. લોરેન્સ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ અથવા તેનું એન્કાઉન્ટર થવું જોઈએ. મુસ્લિમ નેતાઓની હત્યા પર સાબિર કાબલીવાલાના પ્રહાર મુસ્લિમ નેતાઓની હત્યા પર સાબિર કાબલીવાલાએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે ભાજપ ગુંડાઓને પેદા કરી રહી છે. કોંગ્રેસે જે કર્યું હતું તે હવે ભાજપ પાર્ટી કરી રહી છે. કોંગ્રેસને તોડી પાડવા માટે અહેમદ પટેલની હત્યા કરવામાં આવી હતી. અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને તેમની મેડિકલી હત્યા કરવામાં આવી. દેશમાં કોઈ મુસ્લિમ નેતા રહે નહીં તે માટે મુસ્લિમ નેતાઓની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે વધુમાં સાબિર કાબલીવાલાએ જણાવ્યું કે ભાજપ સરકાર કોઈની નથી તમામનો વારો આવશે. ગઈકાલે મોડી રાત્રે બાબા સિદ્દીકીની કરાઈ હત્યા ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડી રાત્રે જ 2થી 3 રાઉન્ડ ફાયરિંગ કરીને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં લાગી હતી અને 2 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી અને સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા કરવાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સ્વીકારવામાં આવી છે. મુંબઈમાં CMના બંગલા બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી જો કે હાલમાં મુંબઈમાં CMના બંગલા બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ બંને ડેપ્યુટી CMના બંગલે પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને અન્ય મંત્રીઓના બંગલાઓ પર પણ સુરક્ષામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની ગઈકાલે રાત્રે હત્યા કરવામાં આવી હતી, જેને લઈને આજે ગુજરાત AIMIM પ્રમુખ સાબિર કાબલીવાલાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે દેશમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે.
બાબા સિદ્દીકીની હત્યાની ઘટના પર સાબિર કાબલીવાલાએ દુ:ખ વ્યક્ત કર્યુ
બાબા સિદ્દીકીની હત્યાની ઘટના પર સાબિર કાબલીવાલાએ દુ:ખ વ્યક્ત કર્યુ અને એક બાદ એક મુસ્લિમ નેતાઓની હત્યા કરવામાં આવી રહી છે, આ તમામ ઘટનાઓ પાછળ સરકારનો હાથ છે. દેશમાંથી મુસ્લિમ નેતાઓનો સફાયો કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ભાજપ સરકાર છાવરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ સામે તપાસ ધીમી થઈ રહી છે. લોરેન્સ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ અથવા તેનું એન્કાઉન્ટર થવું જોઈએ.
મુસ્લિમ નેતાઓની હત્યા પર સાબિર કાબલીવાલાના પ્રહાર
મુસ્લિમ નેતાઓની હત્યા પર સાબિર કાબલીવાલાએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું કે ભાજપ ગુંડાઓને પેદા કરી રહી છે. કોંગ્રેસે જે કર્યું હતું તે હવે ભાજપ પાર્ટી કરી રહી છે. કોંગ્રેસને તોડી પાડવા માટે અહેમદ પટેલની હત્યા કરવામાં આવી હતી. અહેમદ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને તેમની મેડિકલી હત્યા કરવામાં આવી. દેશમાં કોઈ મુસ્લિમ નેતા રહે નહીં તે માટે મુસ્લિમ નેતાઓની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે વધુમાં સાબિર કાબલીવાલાએ જણાવ્યું કે ભાજપ સરકાર કોઈની નથી તમામનો વારો આવશે.
ગઈકાલે મોડી રાત્રે બાબા સિદ્દીકીની કરાઈ હત્યા
ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડી રાત્રે જ 2થી 3 રાઉન્ડ ફાયરિંગ કરીને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ તપાસમાં લાગી હતી અને 2 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી અને સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા કરવાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સ્વીકારવામાં આવી છે.
મુંબઈમાં CMના બંગલા બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી
જો કે હાલમાં મુંબઈમાં CMના બંગલા બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ બંને ડેપ્યુટી CMના બંગલે પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને અન્ય મંત્રીઓના બંગલાઓ પર પણ સુરક્ષામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે.