Ahmedabadમાં હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢીયારની જાણો "કુંડળી", વાંચો Special Story
બે દિવસ પહેલા અમદાવાદના બોપલ વિસ્તારમાં MICAમાં અભ્યાસ કરતા વિધાર્થીની હત્યા થઈ હતી અને આ હત્યા કરનાર કોઈ સામાન્ય વ્યકિત નહી પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિરેન્દ્રસિંહ પઢીયાર નિકળ્યો,ત્યારે વિરેન્દ્રસિંહ પઢીયાર કોણ છે અને તેણે શું કારનામા કર્યા છે તે જાણીને તમે પણ ચૌંકી ઉઠશો,વાંચો અમારી સ્પેશિયલ સ્ટોરી. જાણો કોણ છે વિરેન્દ્રસિંહ પઢેરિયા વિરેન્દ્રસિંહ પઢેરિયાએ અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના આદરોડા ગામનો વતની છે અને તે વર્ષ 2009માં પોલીસ તરીકે ભરતી થયેલો છે,ગરમ મિજાજનો આ કોન્સ્ટેબલ અનેક વખત લોકોની સાથે નાની-નાની વાતોમાં ઝઘડો કરતો હતો અને દારૂ પીવાનો શોખીન પણ હતો,વિરેન્દ્રસિંહ પઢીયાર પોતે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને આવી રીતે હત્યા કરીને કોઈનો જીવ લઈ લે છે ત્યારે તમે પણ વિચારી શકો છો એક કોન્સ્ટેબલ કે જેણે મોટો ગુનો કર્યો છે અને સાથે સાથે તેણે છરીથી હુમલો કરીને હત્યા કરી નાખી.વિરેન્દ્રસિંહ યાદવ પોલીસની નોકરીમાં પણ સરખી નોકરી કરતો ન હતો તેવી માહિતી પોલીસના સૂત્રો તરફથી મળી છે. વિરેન્દ્રસિંહ પઢેરીયાનો ભાઈ પણ પોલીસમાં છે વિરેન્દ્રસિંહ પઢેરીયાનો નાનો ભાઈ મહાવિરસિંહ કે જે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પરંતુ તે વિરેન્દ્રસિંહ કરતા સાવ સીધો માણસ છે,વિરેન્દ્રસિંહ યાદવ વર્ષ 2009માં પોલીસમાં ફરજ બજાવવા લાગ્યા ત્યારે તેનું પહેલુ પોલીસ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી હતુ,બીજું પોલીસ સ્ટેશન સેટેલાઈટ,ત્રીજું પોલીસ સ્ટેશન નારોલ અને ચોથું પોલીસ સ્ટેશન સરખેજ કે જયાં તે ફરજ બજાવી રહ્યો છે,અત્યાર સુધી તેણે 3 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે અને ચોથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે. વિરેન્દ્રસિંહ પઢેરીયા કોલસેન્ટરમાં ઝડપાયો હતો વિરેન્દ્રસિંહ પઢેરીયા કે જે પહેલેથી જ ક્રાઈમ કરવામાં માહિર હતો,બાવળામાં એક બિલ્ડીંગ છે તે બિલ્ડીંગમાં તે કોલસેન્ટર ચલાવતો હતો અને તેમાં તેની ભાગીદારી હતી અને ગ્રામ્ય એલસીબીએ છ વર્ષ પહેલા રેડ કરીને તેની ધરપકડ કરી હતી ત્યારે વિરેન્દ્રસિંહ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો,પહેલેથી કાળા કામ કરવા તે વિરેન્દ્રસિંહના મગજમાં ચાલતું જ હતુ એટલે તે આરોપી હોય તેવી માનસિકતા ધરાવે છે,ત્યારે દારૂ પીને મજા કરવી તે તેના સ્વભાવમાં રહ્યું છે. પીઆઈના વહીવટ કરવામાં પણ માહિર હતો પોલીસના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો વિરેન્દ્રસિંહ ભૂતકાળમાં સાણંદ પોલીસ ઈન્સ્પેકટરના રૂપિયાનો પણ વહીવટ કરતો હતો અને રૌફ જમાવતો હતો,ત્યારે વિરેન્દ્રસિંહે જે કામ કર્યુ છે તેને લઈ ગુજરાત પોલીસમાં ગુસ્સો જોવા મળ્યો છે,સામાન્ય ઓવરટેક જેવી બાબતમાં કોઈની હત્યા કરી નાંખવી તે કેટલા અંશે યોગ્ય છે,જે તમે પણ સમજી શકો છો,પરંતુ દારૂના નશામાં તેણે આ કામ કર્યુ હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા 15 દિવસથી હતો સિક લીવમાં વિરેન્દ્રસિંહ પઢેરિયા કે જે છેલ્લા 15 દિવસથી સિક લીવમાં હતો,તેમના પરિવારમાં કોઈનું મરણ થઈ ગયું હોવાથી તે સિક લીવમાં હતો અને પોલીસ સ્ટેશન આવતો ન હતો,તે પોલીસ સ્ટેશનમાં જનરલ ડયુટી નિભાવી રહ્યો હતો,અને વારંવાર રજા પર ઉતરી જતો અને કોઈને ગાંઠતો પણ ન હતો,ત્યારે આવા પોલીસ કોન્સ્ટેબલના કારણે ગુજરાત પોલીસના ધજાગરા ઉડી ગયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બે દિવસ પહેલા અમદાવાદના બોપલ વિસ્તારમાં MICAમાં અભ્યાસ કરતા વિધાર્થીની હત્યા થઈ હતી અને આ હત્યા કરનાર કોઈ સામાન્ય વ્યકિત નહી પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો વિરેન્દ્રસિંહ પઢીયાર નિકળ્યો,ત્યારે વિરેન્દ્રસિંહ પઢીયાર કોણ છે અને તેણે શું કારનામા કર્યા છે તે જાણીને તમે પણ ચૌંકી ઉઠશો,વાંચો અમારી સ્પેશિયલ સ્ટોરી.
જાણો કોણ છે વિરેન્દ્રસિંહ પઢેરિયા
વિરેન્દ્રસિંહ પઢેરિયાએ અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના આદરોડા ગામનો વતની છે અને તે વર્ષ 2009માં પોલીસ તરીકે ભરતી થયેલો છે,ગરમ મિજાજનો આ કોન્સ્ટેબલ અનેક વખત લોકોની સાથે નાની-નાની વાતોમાં ઝઘડો કરતો હતો અને દારૂ પીવાનો શોખીન પણ હતો,વિરેન્દ્રસિંહ પઢીયાર પોતે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે અને આવી રીતે હત્યા કરીને કોઈનો જીવ લઈ લે છે ત્યારે તમે પણ વિચારી શકો છો એક કોન્સ્ટેબલ કે જેણે મોટો ગુનો કર્યો છે અને સાથે સાથે તેણે છરીથી હુમલો કરીને હત્યા કરી નાખી.વિરેન્દ્રસિંહ યાદવ પોલીસની નોકરીમાં પણ સરખી નોકરી કરતો ન હતો તેવી માહિતી પોલીસના સૂત્રો તરફથી મળી છે.
વિરેન્દ્રસિંહ પઢેરીયાનો ભાઈ પણ પોલીસમાં છે
વિરેન્દ્રસિંહ પઢેરીયાનો નાનો ભાઈ મહાવિરસિંહ કે જે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે પરંતુ તે વિરેન્દ્રસિંહ કરતા સાવ સીધો માણસ છે,વિરેન્દ્રસિંહ યાદવ વર્ષ 2009માં પોલીસમાં ફરજ બજાવવા લાગ્યા ત્યારે તેનું પહેલુ પોલીસ સ્ટેશન ગુજરાત યુનિવર્સિટી હતુ,બીજું પોલીસ સ્ટેશન સેટેલાઈટ,ત્રીજું પોલીસ સ્ટેશન નારોલ અને ચોથું પોલીસ સ્ટેશન સરખેજ કે જયાં તે ફરજ બજાવી રહ્યો છે,અત્યાર સુધી તેણે 3 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી છે અને ચોથા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે.
વિરેન્દ્રસિંહ પઢેરીયા કોલસેન્ટરમાં ઝડપાયો હતો
વિરેન્દ્રસિંહ પઢેરીયા કે જે પહેલેથી જ ક્રાઈમ કરવામાં માહિર હતો,બાવળામાં એક બિલ્ડીંગ છે તે બિલ્ડીંગમાં તે કોલસેન્ટર ચલાવતો હતો અને તેમાં તેની ભાગીદારી હતી અને ગ્રામ્ય એલસીબીએ છ વર્ષ પહેલા રેડ કરીને તેની ધરપકડ કરી હતી ત્યારે વિરેન્દ્રસિંહ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો,પહેલેથી કાળા કામ કરવા તે વિરેન્દ્રસિંહના મગજમાં ચાલતું જ હતુ એટલે તે આરોપી હોય તેવી માનસિકતા ધરાવે છે,ત્યારે દારૂ પીને મજા કરવી તે તેના સ્વભાવમાં રહ્યું છે.
પીઆઈના વહીવટ કરવામાં પણ માહિર હતો
પોલીસના સૂત્રો તરફથી વાત કરવામાં આવે તો વિરેન્દ્રસિંહ ભૂતકાળમાં સાણંદ પોલીસ ઈન્સ્પેકટરના રૂપિયાનો પણ વહીવટ કરતો હતો અને રૌફ જમાવતો હતો,ત્યારે વિરેન્દ્રસિંહે જે કામ કર્યુ છે તેને લઈ ગુજરાત પોલીસમાં ગુસ્સો જોવા મળ્યો છે,સામાન્ય ઓવરટેક જેવી બાબતમાં કોઈની હત્યા કરી નાંખવી તે કેટલા અંશે યોગ્ય છે,જે તમે પણ સમજી શકો છો,પરંતુ દારૂના નશામાં તેણે આ કામ કર્યુ હોવાની માહિતી સામે આવી છે.
છેલ્લા 15 દિવસથી હતો સિક લીવમાં
વિરેન્દ્રસિંહ પઢેરિયા કે જે છેલ્લા 15 દિવસથી સિક લીવમાં હતો,તેમના પરિવારમાં કોઈનું મરણ થઈ ગયું હોવાથી તે સિક લીવમાં હતો અને પોલીસ સ્ટેશન આવતો ન હતો,તે પોલીસ સ્ટેશનમાં જનરલ ડયુટી નિભાવી રહ્યો હતો,અને વારંવાર રજા પર ઉતરી જતો અને કોઈને ગાંઠતો પણ ન હતો,ત્યારે આવા પોલીસ કોન્સ્ટેબલના કારણે ગુજરાત પોલીસના ધજાગરા ઉડી ગયા છે.