Ahmedabadના માંડલના રખીયાણા ગામે ધોળા દિવસે દાગીનાની લૂંટ કરી વૃદ્ધાની કરાઈ હત્યા
અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના રખીયાણા ગામે મોટાવાસ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રહેતાં નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ (ઉ.વ.આશરે ૭પ વર્ષ) જેઓના સોનાના દાગીનાની લુંટ કરી વૃદ્ધાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. તા.૧રના રોજ બપોરના આશરે ૧ર.૩૦ થી ૩ વાગ્યા સુધીના બપોરના સુમારે આ ઘટના બની હોવાની જાણ સાંજે માંડલ પોલીસને થતાં સમગ્ર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડી.વાય.એસ.પી સહિતની ઉચ્ચ પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો. વૃદ્ધા રહેતા એકલા હત્યાની પ્રાથમિક તપાસ બાદ ડોગ સ્કોર્ડની પણ મદદ લેવામાં આવી હતી અને મોડીરાત સુધી ઉંડાણપૂર્વક તપાસ કરાઈ, વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી માંડલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.માંડલ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે ફરિયાદી પાર્થભાઈ નરેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.ર૭ વર્ષ) રહે.અમદાવાદનાઓએ પોલીસ મથકે લખાવેલ હકીકત એવી છે કે, મૃતક વૃદ્ધા જેઓ તેમની દાદી થાય છે અને પોતાના દાદા-દાદી નિઃસંતાન હોવાથી પોતાને ખોળે લીધેલ હતો અને મૃતક નર્મદાબેન જેઓ ફરિયાદી પાર્થભાઈના અમદાવાદ વાળા ઘરે રહેતાં અને તેઓ ક્યારેક રખીયાણાવાળા મકાનમાં પણ રહેવા આવતાં હતાં. માનેલા પુત્રએ નોંધાવી ફરિયાદ ફરિયાદમાં જણાવેલ વિગત અનુસાર ફરિયાદી પાર્થભાઈએ દોઢ બે માસ પહેલાં જ નવરાત્રી-દિવાળીનો તહેવારને લઈ પોતાના દાદી નર્મદાબાને સ્વીફ્ટ ગાડીમાં રખીયાણા મુકી ગયેલ હતો જેથી મૃતક વૃદ્ધા જેઓ રખીયાણા ગામે આવેલ મોટાવાસ વિસ્તારમાં મકાનની અંદર એકલા રહેતાં હતાં. તા.૧ર ના રોજ બપોરના ૧ર.૩૦ થી ૩ વાગ્યા સુધીના સુમારે તેઓ જે ઘરમાં રહેતાં એમાં કોઈ શખ્સ દ્વારા સોનાના દાગીનાની લુંટ કરી નર્મદાબેનને કાનના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજાઓ પહોંચાડી અને અન્ય કારણોસર મૃત્યુ નીપજાવી આરોપી ફરાર થઈ ગયેલ હોવાની જાણ સૌપ્રથમ તેમના કુંટુંબી દશરથભાઈને કરવામાં આવી હતી ત્યારબાદ દશરથભાઈએ ફરિયાદી પાર્થને સમગ્ર ઘટનાની જાણ ટેલિફોનીક રીતે કરેલ હતી અને ત્યારબાદ ફરિયાદી કોઈ કારણોસર ધોલેરા હતાં તેઓ ત્યાંથી રખીયાણા આવવા નીકળેલાં. પરિવારજનોને લેવાઈ મદદ સંબંધીઓ પણ વારાફરતી જાણ કરાઈ હતી, મોટાવાસ વિસ્તારમાં મૃતક વૃદ્ધાના મહિલાના ઘર આસપાસ લોકો પણ ઉમટી પડ્યાં હતાં. આ ઘટનાની સમગ્ર જાણ માંડલ પોલીસને પણ કરાઈ હતી જેથી માંડલ પોલીસ મથકના પી.એસ.આઈ વી.એલ.પટેલ પોતાની ટીમ લઈને રખીયાણા દોડી ગયાં હતાં, અને ત્યાં હાજર લોકોના નિવેદનો લેવા સહિતની કામગીરી કરેલ અને હત્યા કરી હોવાનો આખો બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું હતું.માંડલ પોલીસને હત્યા થઈ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડતાં પોલીસની ટીમે ડી.વાય.એસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમને જાણ કરી જેથી ડી.વાય.એસ સહિતનો પોલીસ કાફલો, સ્થાનિક પોલીસ, એલ.સી.બી પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તપાસનો દોર શરૂ કર્યો હતો. ડોગ સ્કોર્ડની લેવાઈ મદદ આ બનાવને લઈ ડોગ સ્કોર્ડની પણ મદદ લેવામાં આવેલી હતી અને મોડીરાત સુધી તપાસનો ધમધમાટ યથાવત રહ્યો હતો, ડોગે આપેલાં સંકેતોને લઈ એ દિશામાં વધુ કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી હતી. મોડી રાત્રે વૃદ્ધાની લાશને સૌપ્રથમ માંડલ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે લઈ જવામાં આવી હતી. આમ ઉચ્ચ પોલીસની ટીમ, સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓ મળીને આરોપીની શોધખોળ કરવા તરફ ચક્રોગતિમાન કર્યા હતાં. વૃદ્ધાની હત્યા દરમ્યાન થયેલ ચોરી (મુદ્દામાલ) મૃતક નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ જેઓની હત્યા પછી પોલીસે સૌપ્રથમ તપાસમાં તેમના મૃતદેહને જોતા બંને કાનની બુટ કોઈ તિક્ષ્ણ હથિયાર વડે કાપેલ હોઈ જણાઈ આવેલ, બંને કાન ઉપર લોહી નીકળતું હોવાથી ગંભીર ઈજાઓ પહોંચી અને બંને કાનમાંથી સોનાની બુટ્ટી નંગ-ર (અડધા તોલાની) જેની કિંમત આશરે રપ૦૦૦ રૂપિયા તથા ગળામાં પહેરવાની સોનાની કંઠી આશરે દોઢેક તોલાની જેની કિંમત આશરે ૩૦ હજાર, બંને હાથની સોનાની બંગડી જેની કિંમત ૪પ હજાર, હાથમાં રહેલ બે વીંટીઓ જેની કિંમત ર૦ હજાર રૂપિયા મળીને કુલ ૧.ર૦ લાખની મત્તાની લુંટ કરી આરોપીએ વૃદ્ધાની હત્યા કરી નાખેલ હોવાનું સામે આવેલ હતું. પરિવારજનોએ શું કહ્યું રખીયાણા ગામે રહી ખેતી કરતાં મૃતકના વૃદ્ધાના ભત્રીજા દશરથભાઈ પટેલ જેમને કહ્યું કે, અમારા કાકી નર્મદાબા જેઓ અમદાવાદ પણ રહેતાં અને ક્યારેક અહીં પણ રહેવા આવતાં, છેલ્લે નવરાત્રિએ તેઓ અહીં આવેલાં. જે બનાવ બન્યો તેની જાણ પોતાને સૌપ્રથમ થઈ તેમને આવીને જોયું તો મૃતક જેઓની હત્યા કરી નાખેલ હાલત હોઈ, શરીર ઉપરના સોનાના ઘરેણાની પણ ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હોવાનું લાગતાં તેમને માંડલ પોલીસને જાણ કરી અને તપાસ કરી મોડી રાત્રે લાશનું પી.એમ કરાવવા અમદાવાદ લઈ ગયેલ અને લાશ અમોને સોંપેલ છે, આગળ પોલીસની વિવિધ ટીમો તપાસ કરી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના રખીયાણા ગામે મોટાવાસ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં રહેતાં નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ (ઉ.વ.આશરે ૭પ વર્ષ) જેઓના સોનાના દાગીનાની લુંટ કરી વૃદ્ધાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. તા.૧રના રોજ બપોરના આશરે ૧ર.૩૦ થી ૩ વાગ્યા સુધીના બપોરના સુમારે આ ઘટના બની હોવાની જાણ સાંજે માંડલ પોલીસને થતાં સમગ્ર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ડી.વાય.એસ.પી સહિતની ઉચ્ચ પોલીસનો કાફલો પણ પહોંચ્યો હતો.
વૃદ્ધા રહેતા એકલા
હત્યાની પ્રાથમિક તપાસ બાદ ડોગ સ્કોર્ડની પણ મદદ લેવામાં આવી હતી અને મોડીરાત સુધી ઉંડાણપૂર્વક તપાસ કરાઈ, વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી માંડલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.માંડલ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે ફરિયાદી પાર્થભાઈ નરેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.ર૭ વર્ષ) રહે.અમદાવાદનાઓએ પોલીસ મથકે લખાવેલ હકીકત એવી છે કે, મૃતક વૃદ્ધા જેઓ તેમની દાદી થાય છે અને પોતાના દાદા-દાદી નિઃસંતાન હોવાથી પોતાને ખોળે લીધેલ હતો અને મૃતક નર્મદાબેન જેઓ ફરિયાદી પાર્થભાઈના અમદાવાદ વાળા ઘરે રહેતાં અને તેઓ ક્યારેક રખીયાણાવાળા મકાનમાં પણ રહેવા આવતાં હતાં.
માનેલા પુત્રએ નોંધાવી ફરિયાદ
ફરિયાદમાં જણાવેલ વિગત અનુસાર ફરિયાદી પાર્થભાઈએ દોઢ બે માસ પહેલાં જ નવરાત્રી-દિવાળીનો તહેવારને લઈ પોતાના દાદી નર્મદાબાને સ્વીફ્ટ ગાડીમાં રખીયાણા મુકી ગયેલ હતો જેથી મૃતક વૃદ્ધા જેઓ રખીયાણા ગામે આવેલ મોટાવાસ વિસ્તારમાં મકાનની અંદર એકલા રહેતાં હતાં. તા.૧ર ના રોજ બપોરના ૧ર.૩૦ થી ૩ વાગ્યા સુધીના સુમારે તેઓ જે ઘરમાં રહેતાં એમાં કોઈ શખ્સ દ્વારા સોનાના દાગીનાની લુંટ કરી નર્મદાબેનને કાનના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજાઓ પહોંચાડી અને અન્ય કારણોસર મૃત્યુ નીપજાવી આરોપી ફરાર થઈ ગયેલ હોવાની જાણ સૌપ્રથમ તેમના કુંટુંબી દશરથભાઈને કરવામાં આવી હતી ત્યારબાદ દશરથભાઈએ ફરિયાદી પાર્થને સમગ્ર ઘટનાની જાણ ટેલિફોનીક રીતે કરેલ હતી અને ત્યારબાદ ફરિયાદી કોઈ કારણોસર ધોલેરા હતાં તેઓ ત્યાંથી રખીયાણા આવવા નીકળેલાં.
પરિવારજનોને લેવાઈ મદદ
સંબંધીઓ પણ વારાફરતી જાણ કરાઈ હતી, મોટાવાસ વિસ્તારમાં મૃતક વૃદ્ધાના મહિલાના ઘર આસપાસ લોકો પણ ઉમટી પડ્યાં હતાં. આ ઘટનાની સમગ્ર જાણ માંડલ પોલીસને પણ કરાઈ હતી જેથી માંડલ પોલીસ મથકના પી.એસ.આઈ વી.એલ.પટેલ પોતાની ટીમ લઈને રખીયાણા દોડી ગયાં હતાં, અને ત્યાં હાજર લોકોના નિવેદનો લેવા સહિતની કામગીરી કરેલ અને હત્યા કરી હોવાનો આખો બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું હતું.માંડલ પોલીસને હત્યા થઈ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડતાં પોલીસની ટીમે ડી.વાય.એસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમને જાણ કરી જેથી ડી.વાય.એસ સહિતનો પોલીસ કાફલો, સ્થાનિક પોલીસ, એલ.સી.બી પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા તપાસનો દોર શરૂ કર્યો હતો.
ડોગ સ્કોર્ડની લેવાઈ મદદ
આ બનાવને લઈ ડોગ સ્કોર્ડની પણ મદદ લેવામાં આવેલી હતી અને મોડીરાત સુધી તપાસનો ધમધમાટ યથાવત રહ્યો હતો, ડોગે આપેલાં સંકેતોને લઈ એ દિશામાં વધુ કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી હતી. મોડી રાત્રે વૃદ્ધાની લાશને સૌપ્રથમ માંડલ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અંગે લઈ જવામાં આવી હતી. આમ ઉચ્ચ પોલીસની ટીમ, સ્થાનિક પોલીસ અને વિવિધ એજન્સીઓ મળીને આરોપીની શોધખોળ કરવા તરફ ચક્રોગતિમાન કર્યા હતાં.
વૃદ્ધાની હત્યા દરમ્યાન થયેલ ચોરી (મુદ્દામાલ)
મૃતક નર્મદાબેન ઉર્ફે નબુબેન ચંદુભાઈ પટેલ જેઓની હત્યા પછી પોલીસે સૌપ્રથમ તપાસમાં તેમના મૃતદેહને જોતા બંને કાનની બુટ કોઈ તિક્ષ્ણ હથિયાર વડે કાપેલ હોઈ જણાઈ આવેલ, બંને કાન ઉપર લોહી નીકળતું હોવાથી ગંભીર ઈજાઓ પહોંચી અને બંને કાનમાંથી સોનાની બુટ્ટી નંગ-ર (અડધા તોલાની) જેની કિંમત આશરે રપ૦૦૦ રૂપિયા તથા ગળામાં પહેરવાની સોનાની કંઠી આશરે દોઢેક તોલાની જેની કિંમત આશરે ૩૦ હજાર, બંને હાથની સોનાની બંગડી જેની કિંમત ૪પ હજાર, હાથમાં રહેલ બે વીંટીઓ જેની કિંમત ર૦ હજાર રૂપિયા મળીને કુલ ૧.ર૦ લાખની મત્તાની લુંટ કરી આરોપીએ વૃદ્ધાની હત્યા કરી નાખેલ હોવાનું સામે આવેલ હતું.
પરિવારજનોએ શું કહ્યું
રખીયાણા ગામે રહી ખેતી કરતાં મૃતકના વૃદ્ધાના ભત્રીજા દશરથભાઈ પટેલ જેમને કહ્યું કે, અમારા કાકી નર્મદાબા જેઓ અમદાવાદ પણ રહેતાં અને ક્યારેક અહીં પણ રહેવા આવતાં, છેલ્લે નવરાત્રિએ તેઓ અહીં આવેલાં. જે બનાવ બન્યો તેની જાણ પોતાને સૌપ્રથમ થઈ તેમને આવીને જોયું તો મૃતક જેઓની હત્યા કરી નાખેલ હાલત હોઈ, શરીર ઉપરના સોનાના ઘરેણાની પણ ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હોવાનું લાગતાં તેમને માંડલ પોલીસને જાણ કરી અને તપાસ કરી મોડી રાત્રે લાશનું પી.એમ કરાવવા અમદાવાદ લઈ ગયેલ અને લાશ અમોને સોંપેલ છે, આગળ પોલીસની વિવિધ ટીમો તપાસ કરી રહી છે.