Mehsana: ગંજ બજારોમાં દિવેલા, ગવારના ભાવ વધ્યા, પરંતુ આવકનું પ્રમાણ સ્થિર
મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એરંડા અને ગવારના ભાવ ઊંચકાયા છે. પરંતુ, આવકનું પ્રમાણ સ્થિર રહ્યું છે. પરંતુ, મહેસાણા માર્કેટયાર્ડમાં આજે દિવેલાનો ભાવ રૂ.1,243થી રૂ.1,272 રહ્યા હતા. જયારે ગવારના ભાવ રૂ.987 થી લઈ રૂ.1,023ને સ્પર્શી ગયા હતા.જો કે, આવક માત્ર 65 બોરીની થઈ હતી. જયારે એરંડાની 97 બોરી થઈ હતી. દિવેલાના પાકનું ઉત્પાદન ધીમે પગલે શરૂ થયું છે. આગામી સમયમાં દિવેલાની આવકમાં વધારો થશે. હજુ રાઈ-રાયડાના ઉત્પાદનની મોસમ શરૂ થઈ નથી. તેમ છતાં મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડાની આવક 38 બોરી થઈ હતી. નોંધપાત્ર છે કે, કપાસના વેચાણ અર્થે ખેડૂતો ઉનાવા અને કડી ગંજબજારોમાં જઈ રહ્યા છે. પાટણ જિલ્લામાં ચાણસ્મા અને હારીજ ગંજ બજારોમાં વેચાણ અર્થે કપાસની આવક શરૂઆતથી જ ચાલુ છે. મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ઘઉં, બાજરી અને જવારની પણ આવક જળવાઈ રહી છે. દિવેલા અને રાયડાની આવકમાં આગામી સમયમાં વધારો થશે. જેથી ગંજ બજારોમાં દિવેલા અને રાયડાની ખુલ્લી હરાજીના કારણે ધમધમાટ જોવા મળશે. મહેસાણા ગંજબજારમાં ગુરુવારે કુલ 224 બોરીની જ આવક નોંધાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એરંડા અને ગવારના ભાવ ઊંચકાયા છે. પરંતુ, આવકનું પ્રમાણ સ્થિર રહ્યું છે. પરંતુ, મહેસાણા માર્કેટયાર્ડમાં આજે દિવેલાનો ભાવ રૂ.1,243થી રૂ.1,272 રહ્યા હતા. જયારે ગવારના ભાવ રૂ.987 થી લઈ રૂ.1,023ને સ્પર્શી ગયા હતા.
જો કે, આવક માત્ર 65 બોરીની થઈ હતી. જયારે એરંડાની 97 બોરી થઈ હતી. દિવેલાના પાકનું ઉત્પાદન ધીમે પગલે શરૂ થયું છે. આગામી સમયમાં દિવેલાની આવકમાં વધારો થશે. હજુ રાઈ-રાયડાના ઉત્પાદનની મોસમ શરૂ થઈ નથી. તેમ છતાં મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડાની આવક 38 બોરી થઈ હતી. નોંધપાત્ર છે કે, કપાસના વેચાણ અર્થે ખેડૂતો ઉનાવા અને કડી ગંજબજારોમાં જઈ રહ્યા છે.
પાટણ જિલ્લામાં ચાણસ્મા અને હારીજ ગંજ બજારોમાં વેચાણ અર્થે કપાસની આવક શરૂઆતથી જ ચાલુ છે.
મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ઘઉં, બાજરી અને જવારની પણ આવક જળવાઈ રહી છે. દિવેલા અને રાયડાની આવકમાં આગામી સમયમાં વધારો થશે. જેથી ગંજ બજારોમાં દિવેલા અને રાયડાની ખુલ્લી હરાજીના કારણે ધમધમાટ જોવા મળશે. મહેસાણા ગંજબજારમાં ગુરુવારે કુલ 224 બોરીની જ આવક નોંધાઈ હતી.