ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mega Demolition Action : ગાંધીનગર જિલ્લામાં સાબરમતી નદીના કાંઠા વિસ્તારમાં આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. 500થી વધુના પોલીસ કાફલા સાથે સરકારી જમીન પર થયેલા 700થી વધુ ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેથાપુર અને ચરેડી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ખડકાયેલા દબાણોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
આજે (18 સપ્ટેમ્બર) સવારથી જ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદીકાંઠાના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી.
What's Your Reaction?






