ખેતઉપજ ઓર્ગેનિક કે ઈનઓર્ગેનિક? અમદાવાદ ઈસરોના વિજ્ઞાનીએ સેકન્ડમાં પરખી આપતું ડિવાઈસ વિકસાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad ISRO scientist : ગુજરાતમાં આજે સેંકડો લોકો ઓર્ગનિક ખેતીની ઉપજને નામે ગ્રાહકો પાસેથી મોટી રકમ મેળવી લેતા હોવાના કિસ્સા બને છે ત્યારે અમદાવાદ ઇસરોના સાયન્ટિસ્ટે ખેતઉપજ ઓર્ગેનિક ખાતરથી ઉગાડીને તૈયાર કરવામાં આવી છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને પેદા કરવામાં આવી છે તે થોડી જ સેકન્ડ્સમાં પારખી આપતું સ્પ્રેક્ટ્રોમીટર વિકસાવ્યું છે. ઇસરોના સાયન્ટિસ્ટ મધુસુદન પટેલે વિકસાવેલા તેમના આ સ્પ્રેક્ટ્રોમીટરની મદદથી સંખ્યાબંદ લોકો છેતરાતા અટકી શકશે.
ફળ, શાકભાજી, અનાજ, મગ, મઠ જેવા કઠોળ ઓર્ગેનિક છે કે નહિ તેનો ટેસ્ટ માત્ર 50 પૈસાના ખર્ચે થઈ જવાની સભાવના
ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતીનો આરંભ કર્યા પછી ત્રણ વર્ષ સુધી તેની ચકાસણી કર્યા બાદ ગોપકા નામની સરકારી સંસ્થા તેને ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતીથી પકવેલા પ્રોડક્ટ્સ તરીકેનું પ્રમાણપત્ર આપે છે. આ પ્રમાણપત્ર મળવામાં થતાં વિલંબને સહન ન કરી શકનારાઓ તેમની ઉપજને ઓર્ગેનિક પ્રોડક્ટ તરીકે ઊંચા દામે વેચી રહ્યા હોવાના અઢળક કિસ્સાઓ બની રહ્યા છે.
What's Your Reaction?






