કેશોદથી અમદાવાદની ફ્લાઈટનો આજથી શુભારંભ, મુસાફરોમાં ખુશીની લહેર
કેશોદથી અમદાવાદ વચ્ચે આજે ધનતેરસથી ફ્લાઈટનો શુભારંભ થયો છે. આજે જુનાગઢના કેશોદ એરપોર્ટ ઉપરથી ફ્લાઈટે ઉડાન ભરી હતી. ત્યારે હવે સોમનાથ, દીવ, સાસણ આવનારા મુસાફરોને દિવાળીની ભેટ આપવામાં આવી છે.40 પેસેન્જર કેશોદથી અમદાવાદ સુધી હવાઈ મુસાફરી કરી શકશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 40 પેસેન્જર કેશોદથી અમદાવાદ સુધી હવાઈ મુસાફરી કરી શકશે. બીજી તરફ કેશોદ દીવની પ્રથમ ફ્લાઈટનું પણ દીવમાં આગમન થયું હતું. આજે કેશોદ દીવની પ્રથમ એર લાઈન્સ ફ્લાઈટનું દીવ આગમન થતાં મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. માત્ર 15 મિનિટમાં મુસાફરો દીવ પહોંચી ગયા તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજથી કેશોદ દીવ ફ્લાઈટનો શુભઆરંભ થયો છે, ત્યારે કેશોદથી દીવ આ ફ્લાઈટ 12:30 કલાકે પહોંચી ગઈ હતી. કેશોદથી દીવ આવતા મુસાફરોએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે કેશોદથી દીવ ફક્ત 15 મિનિટમાં પહોંચ્યા હતા અને આ સફર ખૂબ જ આરામદાયક અને સરળ રહી. કેશોદથી દીવની એર લાઈન્સની ટિકિટ માત્ર 1,650 રૂપિયા જ છે અને રિટર્ન ટિકિટ 3,200માં બુક કરાવી હતી. અઠવાડિયામાં 3 દિવસ ફ્લાઈટ ઉપડશે ત્યારે બીજી તરફ કેશોદથી દીવ બાય રોડ આવતા આશરે ચાર પાંચ કલાક થઈ જાય અને ફ્લાઈટ દ્વારા 15 મિનિટમાં જ દીવ પહોંચી શકાય છે. જેથી સમયનો પણ બચાવ થયો છે, આ એર લાઈન્સ અમદાવાદથી કેશોદ, દીવ અને દીવથી મુંબઈ જશે અને ફરીથી દીવ અને ત્યાંથી કેશોદ જશે. આ રીતે આજે કેશોદ દીવની પ્રથમ ફ્લાઈટ આવતા પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ કેશોદથી દીવ ફ્લાઈટ અઠવાડિયામાં 3 દિવસ મંગળવાર, ગુરુવાર અને શનિવાર આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેશોદથી અમદાવાદ વચ્ચે આજે ધનતેરસથી ફ્લાઈટનો શુભારંભ થયો છે. આજે જુનાગઢના કેશોદ એરપોર્ટ ઉપરથી ફ્લાઈટે ઉડાન ભરી હતી. ત્યારે હવે સોમનાથ, દીવ, સાસણ આવનારા મુસાફરોને દિવાળીની ભેટ આપવામાં આવી છે.
40 પેસેન્જર કેશોદથી અમદાવાદ સુધી હવાઈ મુસાફરી કરી શકશે
સોમનાથ ટ્રસ્ટ દ્વારા બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 40 પેસેન્જર કેશોદથી અમદાવાદ સુધી હવાઈ મુસાફરી કરી શકશે. બીજી તરફ કેશોદ દીવની પ્રથમ ફ્લાઈટનું પણ દીવમાં આગમન થયું હતું. આજે કેશોદ દીવની પ્રથમ એર લાઈન્સ ફ્લાઈટનું દીવ આગમન થતાં મુસાફરોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
માત્ર 15 મિનિટમાં મુસાફરો દીવ પહોંચી ગયા
તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજથી કેશોદ દીવ ફ્લાઈટનો શુભઆરંભ થયો છે, ત્યારે કેશોદથી દીવ આ ફ્લાઈટ 12:30 કલાકે પહોંચી ગઈ હતી. કેશોદથી દીવ આવતા મુસાફરોએ તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે કેશોદથી દીવ ફક્ત 15 મિનિટમાં પહોંચ્યા હતા અને આ સફર ખૂબ જ આરામદાયક અને સરળ રહી. કેશોદથી દીવની એર લાઈન્સની ટિકિટ માત્ર 1,650 રૂપિયા જ છે અને રિટર્ન ટિકિટ 3,200માં બુક કરાવી હતી.
અઠવાડિયામાં 3 દિવસ ફ્લાઈટ ઉપડશે
ત્યારે બીજી તરફ કેશોદથી દીવ બાય રોડ આવતા આશરે ચાર પાંચ કલાક થઈ જાય અને ફ્લાઈટ દ્વારા 15 મિનિટમાં જ દીવ પહોંચી શકાય છે. જેથી સમયનો પણ બચાવ થયો છે, આ એર લાઈન્સ અમદાવાદથી કેશોદ, દીવ અને દીવથી મુંબઈ જશે અને ફરીથી દીવ અને ત્યાંથી કેશોદ જશે. આ રીતે આજે કેશોદ દીવની પ્રથમ ફ્લાઈટ આવતા પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ કેશોદથી દીવ ફ્લાઈટ અઠવાડિયામાં 3 દિવસ મંગળવાર, ગુરુવાર અને શનિવાર આવશે.