Surendranagar જિલ્લામાં રોજગારવાંછુક ઉમેદવારો માટે તાલુકા કક્ષાએ કાર્યરત નોંધણી કેમ્પ યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં રોજગારવાંછુક ઉમેદવારોને નોંધણી કરાવવા માટે સરળતા રહે તેમજ દૂરના વિસ્તારથી જિલ્લા કક્ષા સુધી ના જવું પડે તે હેતુસર, રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તાલુકા કક્ષાએ રોજગારવાંછુક ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે, તાલુકા કક્ષાએ આયોજિત થતા આ કેમ્પમાં નામ નોંધણી, રીન્યુઅલ, વધારાની લાયકાત ઉમેરવી, વ્યવસાયલક્ષી માર્ગદર્શન સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે. ક્યાં તાલુકામાં ક્યાં દિવસોએ યોજાય છે,તાલુકા કક્ષાએ નોંધણી કેમ્પ ધાંગધ્રા તાલુકામાં દર માસની ૦૧ લી તારીખે તાલુકા પંચાયત ખાતે, પાટડી તાલુકામાં દર માસની ૦૩ અને ૨૨ મી તારીખે તાલુકા પંચાયત ખાતે, લખતર તાલુકામાં દર બેકી માસની ૦૫ તારીખે તાલુકા પંચાયત ખાતે, લીમડી તાલુકામાં દર માસની ૦૮મી તારીખે તાલુકા પંચાયત ખાતે, મુળી તાલુકામાં દર બેકી માસની ૧૧મી તારીખે તાલુકા પંચાયત ખાતે, ચુડા તાલુકામાં દર બેકી માસની ૧૩ તારીખે ગ્રામ પંચાયત ખાતે, ચોટીલા તાલુકામાં દર માસની ૧૭મી તારીખે તાલુકા પંચાયત ખાતે, સાયલા તાલુકામાં દર બેકી માસની ૨૭મી તારીખે તાલુકા પંચાયત ખાતે નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જો ઉપરોક્ત દર્શાવેલ તારીખે જાહેર રજા આવતી હોય તો, ત્યાર પછીના દિવસે કેમ્પ આયોજિત કરવામાં આવે છે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા રોજગાર અધિકારી જનરલ સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે. મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે કેન્દ્ર નંબર ૪૫, નવી મોરવડ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી-ચુડા ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે આગામી તા.૦૪-૧૦-૨૦૨૪ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-ચુડા ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે.

Surendranagar જિલ્લામાં રોજગારવાંછુક ઉમેદવારો માટે તાલુકા કક્ષાએ કાર્યરત નોંધણી કેમ્પ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં રોજગારવાંછુક ઉમેદવારોને નોંધણી કરાવવા માટે સરળતા રહે તેમજ દૂરના વિસ્તારથી જિલ્લા કક્ષા સુધી ના જવું પડે તે હેતુસર, રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તાલુકા કક્ષાએ રોજગારવાંછુક ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે, તાલુકા કક્ષાએ આયોજિત થતા આ કેમ્પમાં નામ નોંધણી, રીન્યુઅલ, વધારાની લાયકાત ઉમેરવી, વ્યવસાયલક્ષી માર્ગદર્શન સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે.

ક્યાં તાલુકામાં ક્યાં દિવસોએ યોજાય છે,તાલુકા કક્ષાએ નોંધણી કેમ્પ

ધાંગધ્રા તાલુકામાં દર માસની ૦૧ લી તારીખે તાલુકા પંચાયત ખાતે, પાટડી તાલુકામાં દર માસની ૦૩ અને ૨૨ મી તારીખે તાલુકા પંચાયત ખાતે, લખતર તાલુકામાં દર બેકી માસની ૦૫ તારીખે તાલુકા પંચાયત ખાતે, લીમડી તાલુકામાં દર માસની ૦૮મી તારીખે તાલુકા પંચાયત ખાતે, મુળી તાલુકામાં દર બેકી માસની ૧૧મી તારીખે તાલુકા પંચાયત ખાતે, ચુડા તાલુકામાં દર બેકી માસની ૧૩ તારીખે ગ્રામ પંચાયત ખાતે, ચોટીલા તાલુકામાં દર માસની ૧૭મી તારીખે તાલુકા પંચાયત ખાતે, સાયલા તાલુકામાં દર બેકી માસની ૨૭મી તારીખે તાલુકા પંચાયત ખાતે નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જો ઉપરોક્ત દર્શાવેલ તારીખે જાહેર રજા આવતી હોય તો, ત્યાર પછીના દિવસે કેમ્પ આયોજિત કરવામાં આવે છે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા રોજગાર અધિકારી જનરલ સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.

મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

કેન્દ્ર નંબર ૪૫, નવી મોરવડ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી-ચુડા ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે આગામી તા.૦૪-૧૦-૨૦૨૪ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-ચુડા ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે.