એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,ગુરૂવાર
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલનાકા નજીક સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રક ડ્રાઇવર તેમજ અન્ય વાહનચાલકોને લલચાવીને ઝાડીમાં લઇ માર મારી રોકડ અને કિંમતી ચીજવસ્તુઓની લૂંટ કરતી ગેંગના મુખ્ય સાગરિત સહિત કુલ ચાર આરોપીઓને વિવેકાનંદનગર પોલીસે દોઢ મહિનાની સતત મહેનત બાદ ઝડપીને મહત્વની સફળતા મેળવી છે. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે આરોપીઓએ અત્યાર સુધીમાં ૧૩થી વધુ ગુના આચરીને વાહનચાલકોને લૂંટયા હતા. જેમાં મોટાભાગના ભોગ બનનાર અન્ય રાજ્યોના ટ્રક ડઇવર હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રામોલ ટોલનાકા નજીક ગત ૩૦મી મે ના રોજ અમદાવાદ તરફ એક ટ્રક ડઇવર આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક સ્ત્રીએ તેને ઇશારો કરીને બોલાવ્યો હતો. બાદમાં તેને ઝાડીમાં લઇ જવામાં આવ્યો ત્યારે ત્યાં અચાનક ત્રણ લોકો આવ્યા હતા અને તેમણે ડઇવરને માર મારીને તેની પાસેથી રોકડ રૂપિયા ૨૫ હજાર અને ચાંદીના કડાની લૂંટ કરી હતી.
What's Your Reaction?






