ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી સ્થાનિકો પરેશાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન વિવિધ તળાવોમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. થોડા દિવસો અગાઉ ગોત્રી તળાવ અને સુરસાગર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત નોંધાયા હતા. હવે સમા તળાવમાં પણ મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
સમા તળાવના કિનારે મોટી સંખ્યામાં મૃત માછલીઓના ઢગલા જોવા મળી રહ્યા છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

