Ahmedabad News: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે FIBA અંડર 18 એશિયા કપ યોજાશે

Aug 13, 2026 - 00:30
Ahmedabad News: વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે FIBA અંડર 18 એશિયા કપ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રમતગમત ક્ષેત્રે અમદાવાદ શહેરના આંગણે વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.ભારતમાં લાંબા 22 વર્ષના વિરામ બાદ પ્રતિષ્ઠિત FIBA અંડર 18 એશિયા કપ યોજાવા જઈ રહ્યો છે.જેના તમામ મુકાબલાઓ અમદાવાદના અદ્યતન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલાશે.આ આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ સ્પર્ધાને લઈને રમતપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ ટૂર્નામેન્ટમાં એશિયા ખંડની શ્રેષ્ઠ 16 ટીમો ભાગ લઈ રહી છે જેમને 4 અલગ-અલગ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે. 

ત્રીજી મેચ 18 ઓગસ્ટે કિર્ગિસ્તાન સામે ખેલાશે

ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમ થાઈલેન્ડ સામે પોતાની તાકાત બતાવવા મેદાનમાં ઉતરશે.ભારતીય ચાહકોની નજર ખાસ કરીને યજમાન ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર રહેશે.ભારતને ગ્રુપ-Dમાં સ્થાન મળ્યું છે.ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 ઓગસ્ટે શક્તિશાળી જાપાન સામેની મેચથી કરશે.ત્યારબાદ ભારતનો બીજો મુકાબલો 16 ઓગસ્ટે કોરિયા સામે અને ત્રીજી મેચ 18 ઓગસ્ટે કિર્ગિસ્તાન સામે ખેલાશે.

ભારતીય ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા આતુર

સ્થાનિક પ્રેક્ષકોની હાજરી અને હોમ ગ્રાઉન્ડનો લાભ મેળવીને ભારતીય ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આતુર છે.ટૂર્નામેન્ટના શિડ્યુલ મુજબ ગ્રુપ સ્ટેજની રોમાંચક મેચો પૂર્ણ થયા બાદ ક્વાર્ટર ફાઇનલનો તબક્કો 20 ઓગસ્ટથી શરૂ થશે.એશિયાના નવા બાસ્કેટબોલ ચેમ્પિયનનો નિર્ણય 23 ઓગસ્ટે રમાનારી ફાઇનલ મેચ દ્વારા થશે.અમદાવાદ જેવા સ્પોર્ટ્સ હબમાં આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થવાથી સ્થાનિક અને દેશના ઉભરતા બાસ્કેટબોલ ખેલાડીઓને મોટું પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચોઃ Kheda News: MGVCL કચેરી પર લોકો હલ્લાબોલ કરવા આવતા હોવાની જાણ થતાં જ અધિકારીઓ ગાયબ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0