ઉનાનો પોલીસ કર્મચારી આવ્યો ACB ની ઝપટે
એકબાજુ સરકાર ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતની વાતો કરી રહી છે. ત્યારે ખાખી વર્દી જ ભ્રષ્ટાચારના રંગમાં રંગાયેલી હોય તેવા ઘણા કીસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે ઉનામાં લાંચિયા પોલીસ કર્મીએ ખાખી વર્દીને કલંક લગાવ્યુ છે. જાણીએ વિગતેબુટલેગર પાસેથી માસિક હપ્તા પેટે લાંચ લેતોપ્રાપ્ત માહિતી અનુસાર, ઉનાનો એક પોલીસ કર્મી દેશી દારૂના બુટલેગર પાસેથી માસિક હપ્તા પેટે લાંચ લેતો હતો. ત્રણેક વર્ષ પૂર્વે ACB દ્વારા ગીર ગઢડા પોલીસ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. ત્યારે આ લાંચિયો પોલીસ કર્મી એક બુટલેગર પાસેથી લાંચ લેતો હોવાની માહિતી ACB ને મળી હતી. ત્યારબાદ આરોપી પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ વાજા સામે લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. આરોપીએ પુરાવાનો નાશ કરવા પુરા પ્રયત્નો કર્યા જ્યારે આરોપી પોલીસ કર્મીની આ કરતુત સામે આવી ત્યારે આ પોલીસ કોન્સ્ટેબલ તેના શર્ટના ખિસ્સામાં રહેલ વોઇસ રેકોર્ડર સાથે લઈને નાશી છુટ્યો હતો. બાદમાં ACB નું વોઇસ રેકોર્ડર તેણે ગીર ગઢડા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ફેંકી દીધુ હતુ. આરોપીએ તે સમયે પુરાવાનો નાશ કરવા પુરા પ્રયત્નો કર્યા હતા. આ મામલાની તપાસ ACB ચલાવી રહી હતી. આખરે ત્રણ વર્ષ બાદ આરોપી વિરુદ્ધ પુરાવો સજ્જડ બનતા આજ રોજ ACB એ ગીર સોમનાથથી આરોપી પોલીસ કોન્સ્ટેબલને ઉઠાવી લીધો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિગ્વિજયસિંહ વાજા વિરુદ્ધ ગુન્હો નોંધયોગીર સોમનાથ ACB પોલીસ મથકમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વાજા વિરુદ્ધ ગુન્હો નોંધયો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આરોપી પોલીસ કોન્સ્ટેબલ હાલ ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એકબાજુ સરકાર ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતની વાતો કરી રહી છે. ત્યારે ખાખી વર્દી જ ભ્રષ્ટાચારના રંગમાં રંગાયેલી હોય તેવા ઘણા કીસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે ઉનામાં લાંચિયા પોલીસ કર્મીએ ખાખી વર્દીને કલંક લગાવ્યુ છે. જાણીએ વિગતે
બુટલેગર પાસેથી માસિક હપ્તા પેટે લાંચ લેતો
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉનાનો એક પોલીસ કર્મી દેશી દારૂના બુટલેગર પાસેથી માસિક હપ્તા પેટે લાંચ લેતો હતો. ત્રણેક વર્ષ પૂર્વે ACB દ્વારા ગીર ગઢડા પોલીસ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. ત્યારે આ લાંચિયો પોલીસ કર્મી એક બુટલેગર પાસેથી લાંચ લેતો હોવાની માહિતી ACB ને મળી હતી. ત્યારબાદ આરોપી પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ વાજા સામે લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો.
આરોપીએ પુરાવાનો નાશ કરવા પુરા પ્રયત્નો કર્યા
જ્યારે આરોપી પોલીસ કર્મીની આ કરતુત સામે આવી ત્યારે આ પોલીસ કોન્સ્ટેબલ તેના શર્ટના ખિસ્સામાં રહેલ વોઇસ રેકોર્ડર સાથે લઈને નાશી છુટ્યો હતો. બાદમાં ACB નું વોઇસ રેકોર્ડર તેણે ગીર ગઢડા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ફેંકી દીધુ હતુ. આરોપીએ તે સમયે પુરાવાનો નાશ કરવા પુરા પ્રયત્નો કર્યા હતા. આ મામલાની તપાસ ACB ચલાવી રહી હતી. આખરે ત્રણ વર્ષ બાદ આરોપી વિરુદ્ધ પુરાવો સજ્જડ બનતા આજ રોજ ACB એ ગીર સોમનાથથી આરોપી પોલીસ કોન્સ્ટેબલને ઉઠાવી લીધો છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દિગ્વિજયસિંહ વાજા વિરુદ્ધ ગુન્હો નોંધયો
ગીર સોમનાથ ACB પોલીસ મથકમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વાજા વિરુદ્ધ ગુન્હો નોંધયો છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આરોપી પોલીસ કોન્સ્ટેબલ હાલ ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે.