ઉનાના ચિખલી ગામમાં તીક્ષ્ણ હથિયાર ઝીંકી યુવાનની હત્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

યુવાન ગામના ચોકમાં બેઠો હતો ત્યારે 5 શખ્સે આવીને ઝગડો કર્યો : હુમલાની મોડસ ઓપરેન્ડી પરથી યાગી ગેંગના શખ્સોની સંડોવણી હોવાની પોલીસને આશંકા : યુવાનની હત્યાથી પંથકમાં ચકચાર
ઉના, : ઉના તાલુકાના ચિખલીમાં રહેતો યુવાન ચોકમાં બેઠો હતો ત્યારે પાંચ શખ્સોએ આવી તેની સાથે ઝઘડો કર્યા બાદ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા યુવાનનું સારવાર પૂર્વે મોત થયું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો. મોડસ ઓપરેન્ડી પરથી આ ઘટનામાં યાગી ગેંગના શખ્સોની સંડોવણી હોવાની આશંકા સાથે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે.
ચિખલી ગામનો અક્ષય મોહનભાઈ મકવાણા હાલ માછીમારીની સિઝન પૂરી થઈ જવાથી ઘરે આવ્યો હતો. આ યુવાન આજે ગામના ચોકમાં પાનની દુકાન પાસે બેઠો હતો ત્યારે પાંચ શખ્સો બાઈક પર આવ્યા હતા અને અક્ષય સાથે ઝઘડો કર્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

