આવતીકાલથી 36 કલાક માટે અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ આંશિક રીતે રદ, કાંદિવલી યાર્ડમાં બ્લૉકની અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Western Railway division Block : પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આવતીકાલે શનિવારે (31 મે) બપોરના 1 વાગ્યાથી 36 કલાકનો મેજર ડે એન્ડ નાઈટ બ્લોક હાથ ધરવાનો છે. જેમાં કાંદિવલી યાર્ડમાં એલિવેટેડ બુકિંગ ઓફિસને તોડવાની કામગીરીને લઈને લાંબા અંતરની અને લોકલ ટ્રેનની સર્વિસ પર તેની અસર પડશે. જેથી અમદાવાદ-બોરીવલી, નંદુરબાર-બોરીવલી સહિતની ચાર ટ્રેન 30 મેથી 01 જૂન સુધી રદ રહેશે.
પશ્ચિમ રેલવેના કાંદિવલી યાર્ડમાં એલિવેટેડ બુકિંગ ઓફિસને હટાવવા માટે 5મી લાઈન અને યાર્ડ લાઈનો પર આવતીકાલે શનિવાર, 31 મે 2025ના રોજથી સોમવારની મધ્યરાત્રી સુધી 36 કલાકનો એક મેજર બ્લૉક લેવામાં આવશે.
What's Your Reaction?






