આરટીઓ દ્વારા ટેક્સ ભરપાઈ ન કરનાર માલિકોના વાહનોની હરાજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા આરટીઓ દ્વારા આજરોજ ટેક્સ બાકી હોય તેવા 24 વાહનોની હરાજીની કાર્યવાહી હાથ ધરાતા રૂ.28.55 લાખની આવક થવા પામી છે. હરાજીથી પ્રાપ્ત રકમ ટેક્સમાં સરભર કરાશે. હરાજીથી કચેરીમાં જગ્યા ખુલ્લી થવા સાથે સરકારને ટેક્સના બાકી નાણાની રકમ મળતા બોજો ઓછો થયો છે.
વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ગુજરાત મોટર વ્હીકલ ટેક્સ એક્ટ -1958ની જોગવાઈઓના ભંગ બદલ ટ્રક, બસ ,જેસીબી સહિત 24 વાહનો જપ્ત કરાયા હતા. કચેરીના પરિસરમાં વર્ષ 2001થી વર્ષ 2016 સુધીના મોડલના આ વાહનો અંદાજે 15 - 20વર્ષથી પડ્યા હોય જગ્યા રોકવા સાથે ભંગાર થઈ રહ્યા હતા.
What's Your Reaction?






