આઠ જિલ્લામાં 17 ઘરફોડ ચોરીમાં બે વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

વિવિધ કલમો હેઠળ પોલીસે કાર્યવાહી શરૂ કરીચીખલીગર ગેંગના સાગરિતને મહોર નદીના પુલ પરથી કપડવંજ ટાઉન પોલીસે દબોચ્યોકપડવંજ: ગુજરાતના આઠ જિલ્લામાં વાહનો સહિત ૧૭ ઘરફોડ ચોરીઓમાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો કૂખ્યાત આરોપી કઠલાલથી કપડવંજ આવતો હતો ત્યારે મહોર નદીના પુલ પરથી કપડવંજ ટાઉન પોલીસે ઝડપી પાડયો હતો.છેલ્લા બે વર્ષથી ૧૭ ઘરફોડ ચોરી તથા વાહનોના ગુનામાં નાસતો ફરતો આરોપી લખનસિંહ કરનારસિંહ ચીખલીગર ગેંગનો રીઢો ગુનેગાર રહે. ગુરૂદ્વારા સ્ટેશન નજીક મહેમદાવાદવાળા કઠલાલ તરફથી કપડવંજ આવી રહ્યો હતો. ત્યારે મહોર નદીના પુલ પર પોલીસે વોચ ગોઠવી ચીખલીગર ગેંગના નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી લીધો હતો. આ રીઢા આરોપી વિરુદ્ધ (૧) કરજણ પોલીસ સ્ટેશન જિલ્લો વડોદરા ગ્રામ્ય, (૨) આણંદ ટાઉન પોલીસ સ્ટેશન, (૩) સુરતના બારડોલી પોલીસ સ્ટેશન,(૪) ખેડાના કઠલાલ પોલીસ સ્ટેશન, (૫) ખેડાના નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, (૬) આણંદના ભાલેજ પોલીસ સ્ટેશન, (૭)આણંદના ખંભોળજ પોલીસ સ્ટેશન, (૮) સુરતના અડાજણ પોલીસ સ્ટેશન, (૯) સુરતના માડવી પોલીસ સ્ટેશન, (૧૦) વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન, (૧૧) અમદાવાદના ધોળકા પોલીસ સ્ટેશન સહિત કુલ અગલ અલગ ગુના હેઠળ આઠ જિલ્લામાં વાહનો સહિત ૧૭ ઘરફોડ ચોરીમાં આરોપી વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે.  આ ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના હેઠળ થયેલી કાર્યવાહીના વેજલપુર પોલીસ સ્ટેશન જિલ્લો પંચમહાલના ગુના પકડવાના બાકી આરોપી વિરુદ્ધ કલમ૩૮૦, ૪૫૭,૪૫૪,૧૧૪ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આઠ જિલ્લામાં 17 ઘરફોડ ચોરીમાં બે વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વિવિધ કલમો હેઠળ પોલીસે કાર્યવાહી શરૂ કરી

ચીખલીગર ગેંગના સાગરિતને મહોર નદીના પુલ પરથી કપડવંજ ટાઉન પોલીસે દબોચ્યો

કપડવંજ: ગુજરાતના આઠ જિલ્લામાં વાહનો સહિત ૧૭ ઘરફોડ ચોરીઓમાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો કૂખ્યાત આરોપી કઠલાલથી કપડવંજ આવતો હતો ત્યારે મહોર નદીના પુલ પરથી કપડવંજ ટાઉન પોલીસે ઝડપી પાડયો હતો.

છેલ્લા બે વર્ષથી ૧૭ ઘરફોડ ચોરી તથા વાહનોના ગુનામાં નાસતો ફરતો આરોપી લખનસિંહ કરનારસિંહ ચીખલીગર ગેંગનો રીઢો ગુનેગાર રહે. ગુરૂદ્વારા સ્ટેશન નજીક મહેમદાવાદવાળા કઠલાલ તરફથી કપડવંજ આવી રહ્યો હતો. ત્યારે મહોર નદીના પુલ પર પોલીસે વોચ ગોઠવી ચીખલીગર ગેંગના નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી લીધો હતો. 

આ રીઢા આરોપી વિરુદ્ધ (૧) કરજણ પોલીસ સ્ટેશન જિલ્લો વડોદરા ગ્રામ્ય, (૨) આણંદ ટાઉન પોલીસ સ્ટેશન, (૩) સુરતના બારડોલી પોલીસ સ્ટેશન,(૪) ખેડાના કઠલાલ પોલીસ સ્ટેશન, (૫) ખેડાના નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, (૬) આણંદના ભાલેજ પોલીસ સ્ટેશન, (૭)આણંદના ખંભોળજ પોલીસ સ્ટેશન, (૮) સુરતના અડાજણ પોલીસ સ્ટેશન, (૯) સુરતના માડવી પોલીસ સ્ટેશન, (૧૦) વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન, (૧૧) અમદાવાદના ધોળકા પોલીસ સ્ટેશન સહિત કુલ અગલ અલગ ગુના હેઠળ આઠ જિલ્લામાં વાહનો સહિત ૧૭ ઘરફોડ ચોરીમાં આરોપી વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે.  આ ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી સિધ્ધપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના હેઠળ થયેલી કાર્યવાહીના વેજલપુર પોલીસ સ્ટેશન જિલ્લો પંચમહાલના ગુના પકડવાના બાકી આરોપી વિરુદ્ધ કલમ૩૮૦, ૪૫૭,૪૫૪,૧૧૪ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.