અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવાહી

Feb 16, 2026 - 22:30
અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો ખેર નહીં, દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી સુધીની કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Single Use Plastic: અમદાવાદમાં પર્યાવરણની જાળવણી અને ગુજરાત હાઈકોર્ટના આદેશોનું પાલન કરવા માટે AMCની હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ અને ઉત્પાદન વિરુદ્ધ કડક ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે. હવે માત્ર ફેરિયાઓ જ નહીં પરંતુ ઉત્પાદકો અને મોટા વેપારીઓ સામે પણ આકરી કાર્યવાહી થશે.

દુકાન કે ફેક્ટરી સીલ તેમજ પેનલ્ટી થશે

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુ ઠાકોરના જણાવ્યા મુજબ, 'ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે જે સૂચનો આપવામાં આવ્યા છે, તેને ધ્યાનમાં રાખીને અમે ફેરિયાઓ અને શાકભાજી માર્કેટમાં પ્લાસ્ટિકના વપરાશ પર કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત ફેરિયાઓ પાસે પ્રથમ વખત પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો 1000 રૂપિયા, બીજી વખત 3000 રૂપિયા અને ત્રીજી વખત પકડાય તો 5000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0