Monsoon 2026 : આજે સાંજથી અમદાવાદમાં પડી શકે ભારે વરસાદ, 31 જુલાઇએ અતિ ભારે વરસાદની આગાહી

Jul 30, 2026 - 14:00
Monsoon 2026 :  આજે સાંજથી અમદાવાદમાં પડી શકે ભારે વરસાદ, 31 જુલાઇએ અતિ ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ બરાબરનો જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.

31 જુલાઈના રોજ ‘અતિ ભારે’ વરસાદનું એલર્ટ


હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રહારો સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે. જોકે, 31મી જુલાઈના રોજ વરસાદનું પ્રમાણ અને તીવ્રતામાં મોટો વધારો થશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં 'અતિ ભારે' વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ભારેથી અતિભારે સાર્વત્રિક વરસાદની ગંભીર ચેતવણી


હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ (30 જુલાઈથી 2 ઓગસ્ટ) રાજ્યમાં ભારેથી અતિભારે સાર્વત્રિક વરસાદની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. હાલ રાજ્ય પર એકસાથે 4 જેટલી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વાવાઝોડા જેવા 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુૂંકાતા પવન સાથે ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.

31 જુલાઈએ 'રેડ એલર્ટ' – ક્યાં તૂટી પડશે અતિભારે વરસાદ?


હવામાન વિભાગની અતિ ગંભીર આગાહી મુજબ, 31મી જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે:

રેડ એલર્ટ (અતિભારેથી અત્યંત ભારે વરસાદ):


અમદાવાદ, આણંદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર हवेલી અને છોટાઉદેપુર જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.


ઓરેન્જ એલર્ટ (અતિભારે વરસાદ):


ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

યલો એલર્ટ (ભારે વરસાદ):


સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદ વરસી શકે છે.

અન્ય દિવસો માટે પણ એલર્ટ જારી

31 જુલાઈ સિવાયના દિવસોમાં પણ વિવિધ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે:

ઓરેન્જ એલર્ટ: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની શક્યતા છે.

યલો એલર્ટ: ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદ રહી શકે છે.

પવનની તીવ્ર ઝડપ અને અતિભારે વરસાદની ભીતિને પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તમામ જિલ્લા વહીવટી તંત્રોને ચોવીસે કલાક સજ્જ રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. 

વડોદરા, સુરત, નવસારી અને અમદાવાદની શાળાઓમાં આવતીકાલે જાહેર રજા

ગુજરાતના વડોદરા, સુરત, નવસારી અને અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટ અને મુશળધાર વરસાદની ચેતવણીને પગલે વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ સરકારી તથા ખાનગી શાળાઓ આવતીકાલે બંધ રહેશે. ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિમાં બાળકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વાલીઓને પણ બાળકોને ઘરે સુરક્ષિત રાખવા અને જરૂરી કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો  :  Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0