અમદાવાદમાં જુનિયર ક્લાર્ક પરીક્ષા સેન્ટર પર ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Paper Leak Ahmedabad: ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી – દાહોદ) દ્વારા આજે (21 સપ્ટેમ્બર) લેવાયેલી જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની પરીક્ષામાં અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા એક પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો થયો હતો. ઉમેદવારોએ પેપર લીક થઈ ગયાનો અને પરીક્ષાના નિયમોનો ભંગ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
આ ઘટના અમદાવાદના ઇસનપુ વિસ્તારમાં આવેલી લિટલબર્ડ સ્કૂલમાં બની હતી. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં ઘણો મોડો તેમને ઓએમઆર શીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા.
What's Your Reaction?






