અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ebola virus In Gujarat: ગુજરાતભરના લોકો તેમજ આરોગ્ય વિભાગ માટે રાહતના સમાચાર એ છે કે કૉંગોથી વડોદરા આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે કે નાગરિકોએ ડરવાની જરૂર નથી, કૉંગોથી આવેલા ચેપજન્ય રોગ ઈબોલા વાઈરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ તેમને અફવાથી દૂર રહેવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર ભરોસો કરવાની અપીલ કરી છે. મહત્વનું છે કે ગઈકાલે બુધવારના રોજ ભારત પ્રવાસે આવેલા મૂળ આફ્રિકન દેશના આ યુવકને વડોદરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જે બાદ તેના સંપર્કમાં આવેલા એક ડોક્ટર અને યુવકના બે મિત્રો સહિત કુલ 3 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. પણ રિપોર્ટ નેગેટિવ આવતા ત તંત્ર સહિત ક્વોરન્ટાઇન થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

