અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વિજય ચાર રસ્તા પાસેથી ક્રાઈમ બ્રાન્ચની SOG(સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે બાતમીના આધારે 26 વર્ષના યુવકની ધરપકડ કરી છે. નારણપુરા વિસ્તારમાં રહેતા હાર્દિક કલાલ નામના યુવકને પોલીસે શંકાસ્પદ હાલતમાં અટકાવી તેની તપાસ કરતાં અંદાજે 1 કિલો 975 ગ્રામ વજનનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 69.12 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે.
લક્ઝુરિયસ મર્સિડીઝ કારમાં હાઇબ્રિડ ગાંજાની હેરફેર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી હાર્દિક કલાલ આટલો મોટો જથ્થો લઈને લક્ઝુરિયસ મર્સિડીઝ કારમાં ફરી રહ્યો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

