અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિકા પાછળ ઉડાવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર એક મહિલાને પસ્તાવાનો વારો આવ્યો આવ્યો છે. સીમા સુરક્ષા બળ (BSF)માં કોન્સ્ટેબલ તરીકે બિહાર ખાતે ફરજ બજાવતા પતિએ પત્નીના નામે લોન લઈને તેમજ સાસરિયા પક્ષ પાસેથી દેવું ચૂકવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. આ રૂપિયા દેવું ભરવાને બદલે પ્રેમિકા પાછળ વાપરી નાખી, પત્નીને માર મારી ઘરની બહાર કાઢી મૂકતા આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
ગોમતીપુરમાં રહેતી 31 વર્ષીય મહિલાએ આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ અનુસાર, મહિલાને યુવક સાથે પ્રેમ થતાં 12 વર્ષ પહેલાં તેમણે લગ્ન કર્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

