Weather : રાજયમાં 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

May 28, 2025 - 08:00
Weather : રાજયમાં 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, 3 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાત પર તેની થશે અસર, સાથે સાથે દરિયાઇ કાંઠે પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિકલાકની રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

જાણો કયાં અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના.

રાજ્યના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરુચ, નર્મદા, નવસારી, તાપી, સુરત, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યભરમાં અનેક સ્થાનો પર ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળશે.રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ તો કયાંક ભારે વરસાદની સંભાવના છે.

મુંબઈમાં પણ વરસાદની આગાહી

IMDએ 27 મે થી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં, જે 1 જૂન સુધી ચાલુ રહેવાની ધારણા છે. તેવી જ રીતે, ઉત્તર આંતરિક કર્ણાટકમાં 27-30 મે સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

બદલાતા હવામાનથી ઘણા રાજ્યો પ્રભાવિત

27 મેના રોજ મુંબઈમાં પડેલા વરસાદે 19 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. તમિલનાડુમાં 31 મે સુધી વાવાઝોડા, વીજળી અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. દરમિયાન, મધ્ય મહારાષ્ટ્રના કોંકણ અને ઘાટ વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0