Weather Update : મેઘરાજા હવે ગણતરીના દિવસોના મહેમાન! રાજસ્થાનથી ચોમાસાની અલવિદા શરૂ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વિરામની તૈયારી

Sep 19, 2026 - 15:30
Weather Update : મેઘરાજા હવે ગણતરીના દિવસોના મહેમાન! રાજસ્થાનથી ચોમાસાની અલવિદા શરૂ, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વિરામની તૈયારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતીય હવામાન વિભાગ (IMD) ની સત્તાવાર જાહેરાત અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસીની પ્રક્રિયા દેશમાં શરૂ થઈ ચૂકી છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસાની વિદાયની તારીખ 17 સપ્ટેમ્બર ગણાય છે, પરંતુ આ વર્ષે બે દિવસના વિલંબ બાદ 19 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કર્યું છે. હાલમાં ચોમાસાની વાપસી રેખા (Line of Withdrawal) રામગઢ, મોહનગઢ, ફલોદી અને ખજુવાલા પરથી પસાર થઈ રહી છે, જે દર્શાવે છે કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવે વાતાવરણ ધીમે ધીમે શુષ્ક બનવા તરફ જઈ રહ્યું છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આગામી 3-4 દિવસમાં વિદાયની શક્યતા

ચોમાસાની વાપસી આગળ વધવા માટે હાલ વાતાવરણ સંપૂર્ણપણે સાનુકૂળ બન્યું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી 3 થી 4 દિવસ દરમિયાન રાજસ્થાનના બાકીના વિસ્તારો ઉપરાંત પંજાબ તેમજ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી પૂરેપૂરી શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું પાછું ખેંચાવાની પ્રક્રિયા શરૂ થતાં જ રાજ્યમાં વરસાદી વાતાવરણ શાંત પડશે અને ભેજનું પ્રમાણ ઘટવા લાગશે.


15 ઓક્ટોબર સુધીમાં દેશભરમાંથી પૂર્ણ વિદાય

ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી મેઘરાજા વિદાય લઈ રહ્યા છે ત્યારે પૂર્વ અને મધ્ય ભારતના રાજ્યોમાં હજુ પણ કેટલાક દિવસો સુધી વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેવાની સંભાવના છે. જોકે, તબક્કાવાર આગળ વધતી આ પ્રક્રિયા હેઠળ આગામી 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી ચોમાસાની વિધિવત વિદાય થઈ જશે. આમ, આ વર્ષે ચોમાસું પોતાના નિર્ધારિત સમયપત્રક મુજબ જ દેશમાંથી અલવિદા કહી રહ્યું છે.

આ પણ વાંચો : Gandhinagar મનપા ચૂંટણી માટે AAPએ જાહેર કરી 23 ઉમેદવારોની પ્રથમ યાદી: વોર્ડ 10માંથી કિન્નર ઉમેદવારને ટિકિટ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0