Weather News : રાજયમાં બેવડી ઋતુનો માર સહન કરવો પડશે, સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થશે

Oct 12, 2025 - 08:30
Weather News : રાજયમાં બેવડી ઋતુનો માર સહન કરવો પડશે, સવારે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં શિયાળાનું ધીમા પગલે આગમન થયું છે અને મહતમ તાપમાન 34 થી 35 ડીગ્રી સુધી રહેશે સાથે સાથે લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેશે, રાજયમાં વરસાદે તો વિદાય લીધી છે, સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી પણ વરસાદે વિદાય લીધી હોવાની વાત સામે આવી છે, ધીરે ધીરે ઠંડીનો અહેસાસ પણ શહેરીજનોને થઈ રહ્યો છે.

હવામાન વિભાગે પણ સત્તાવાર જાહેરાત કરી ચોમાસાના વિદાયની

હવામાન વિભાગે પણ ચોમાસું ગયુ તેવી સત્તાવાર જાહેરાત કરી છે, ગુજરાતમાં ચોમાસું ગયું છે તેમજ ભારતના અન્ય રાજયોમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે પણ વરસાદની કોઈ આગાહી કરાઈ નથી, અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી.

ઉત્તરીય ભાગમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઇ રહી છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ઠંડી વધી તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે છે. અત્યારે દેશના ઉત્તરીય ભાગમાં ભૂસ્ખલન અને હિમવર્ષા જોવા મળી રહી છે. ઉત્તરીય ભાગમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઇ રહી છે. ઉત્તરભાગ તરફથી આવતા ઠંડા પવનોને લીધે અત્યારે ગુજરાત સહિતના રાજ્યોમાં પણ તાપમાનનો પારો ગગડયો છે. ગુજરાતમાં હજુ પણ કેટલાક સ્થાનો પર છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઠંડીની શરૂઆત થતા લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે. આ રાજ્યોમાં ચોમાસાની વિદાય

ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. લક્ષદ્વીપમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ અને માહે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, રાયલસીમા, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પશ્ચિમ-મધ્ય અને ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્રના માછીમારોને ઊંચા મોજા અને જોરદાર પવનના જોખમને કારણે સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0