Weather News : ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું, રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની કરાઈ આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજયમાં સામન્ય વરસાદી ઝાપટા પડશે તેવી આગાહી કરવામાં આવી છે, તો કચ્છ પંથકમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આગામી સમયમાં ધીરે ધીરે વરસાદનું જોર હજી પણ ઘટશે તેવું અનુમાન હવામાન વિભાગનું છે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું
વરસાદને લઇ હવામાન વિભાગનું અનુમાન સામે આવ્યું છે, રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે અને કચ્છ પંથકમાં પડી શકે ગાજવીજ સાથે વરસાદ, તો ગુજરાતના અલગ-અલગ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની નહિવત શક્યતા સેવાઈ રહી છે તો બનાસકાંઠા, પાટણમાં સામાન્ય ઝાપટા પડી શકે છે અને દ્વારકા,જૂનાગઢ, રાજકોટમાં સામાન્ય ઝાપટા પડી શકે છે.
ગુજરાતમાં સિઝનનો 106 ટકા વરસાદ વરસી ગયો
ગુજરાતમાં સિઝનનો 106 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્ર ઝોનને બાદ કરતાં તમામ ઝોનમાં 100 ટકા કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 117.03, મધ્ય ગુજરાતમાં 110.07, દક્ષિણ ગુજરાતમાં 110.68, કચ્છમાં 116.12 અને સૌરાષ્ટ્રમાં 93 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોમાં 87.54 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 91.07 ટકા પાણીનો સંગ્રહ છે. 127 ડેમ હાઈ એલર્ટ, 24 ડેમ એલર્ટ અને 12 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
What's Your Reaction?






